• આજવા ગાર્ડન નજીક આવેલા (Orbit 99 villas )ના મકાન-92માં યોજાઇ હતી ડ્રિંક એન્ડ ડાન્સ પાર્ટી
  • વાઘોડીયા પોલીસે પહોંચી ત્યારે યુવક યુવતિઓ દારૂનો ગ્લાસ હાથમાં લઇ ડી.જેના તાલે ઝૂમી રહ્યાં હતા.
  • મોંઘી દાટ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલ અને રૂ. 1.35 લાખની કિંમતના 9 મોબાઇલ ફોન તથા બે લકઝૂરીયસ કાર પોલીસે કબજે કરી

WatchGujarat. આજવા રોડ પર આવેલા ઓર્બિટ -99 (Orbit 99 villas )માં જુના વર્ષને અલવીદા કહેવા અને નવા વર્ષને આવકારવા માટે 6 યુવક – 3 યુવતિઓએ મળી દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. મોડી રાત સુધી પાર્ટી ચાલતી રહી હતી. જો કે પાર્ટીમાં વગર આમંત્રણે પહોંચેલી પોલીસે ખલેલ પહોંચાડી હતી. અને દારૂ પાર્ટી કરી રહેલા નશામાં ચુર 6 યુવક અને 3 યુવતિઓને વાઘોડીયા પોલીસે ઝપડી પાડ્યાં હતા. વાઘોડિયા પોલીસે તમામના કોવિડ ટેસ્ટ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વિદેશ બ્રાન્ડની દારૂની બોટલો, મ્યૂઝીક સિસ્ટમ અને 2 લકઝૂરીયસ કાર મળી કુલ રૂ. 17,55,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શહેર નજીક આજવા સ્થિત આવેલા લક્ઝુરીયસ વિલા ધરાવતું ઓર્બિટ-99 (Orbit 99 villas )માં 31 ડીસેમ્બરની ઉજવણી માટે દારૂ શહેરના ખાનદાની નબીરાઓ અને યુવતિઓએ દારૂ પાર્ટીનુ આયોજન કર્યું હતુ. જ્યાં વિલા નં-92માં કેટલાક લોકો દારૂી પાર્ટી ડી.જેના તાલે ઝૂમી રહ્યાં હોવાની બાતમી વાઘોડીયા પોલીસને મળી હતી. જેના પરિણામે પોલીસે (Orbit 99 villas )માં પહોંચી હતી. જ્યાં વિલા નં-92માં ગ્રાઉન્ડ ફ્લોર પર 6 યુવાનો અને 3 યુવતિઓ એક હાથમાં દારૂ ભરેલા પ્લાસ્ટીકના ગ્લાસ સાથે લાઉડ સ્પીકર પર વાગતા મ્યુઝીકના સથવારે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. પોલીસને જોઇને યુવાનો ચોંકી ઉઠ્યા હતા અને રંગમાં ભંગ પડ્યો હતો.

વર્ષા આખરી દિને ઉજવણી નિમિત્તે કરવામાં આવેલી પાર્ટીમાં પોલીસે વગર આમંત્રણે પહોંચીને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસને જોઇને તમામ એક તબક્કે સ્ટેચ્યુ જેવા થઇ ગયા હતા. જો કે પોલીસે તમામને પકડ્યા બાદ વધુ કાર્યવાહી શરૂ કરી હતી. ઓર્બિટ 99 માં ડાન્સ અને ડ્રિંકની પાર્ટીમાં (1) તરીત આલોક શ્રીવાસ્તવ (ઉં-23 ) (રહે – રાધે બંગ્લોઝ, ક્રિષ્ણા ટાઉનશીપ પાસે, ગોત્રી) (2) સિદ્ધાર્થ વિનોદ ચૌધરી (ઉં-24 ) (રહે- લક્ષ્મી નિવાસ, રોઝરી સ્કુલ બાજુમાં, પ્રતાપગંજ) (3) જય સુનિલભાઇ શાહ (ઉં-24 ) (રહે – સિલ્વરનેસ્ટ એપાર્ટમેન્ટ, વાસણા-ભાયલી રોડ) (4) કાર્તિક ભગવાનજી પટેલ (ઉં-25 ) (વર્ધાન કોમ્પલેક્ષ, કારેલીબાગ) (5) અનુજ પ્રવિણભાઇ સેહગલ (ઉં-25 ) (વૈધ્ય રેસીડેન્સી, અરૂણોદય સોસાયટી) (6) જયસિંહ અર્જુનસિંહ દરબાર (ઉં-22 ) (એલ ટાવર, શ્રી સિદ્ધેશ્વરી હીલ, તરસાલી ) તથા ત્રણ યુવતિની ધરપકડ કરી હતી. તમામ સામે પ્રોહીબીશન એક્ટ તથા કોવિડ ગાઇડલાઇન્સના ઉલ્લંઘન સહિતની કલમો હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખીય છે કે, 31 ડિસેમ્બરના રોજ જુના વર્ષના આખરી દિવસ અને નવા વર્ષની સવારને ઉજવવા માટે ડાન્ય અને ડ્રિન્કની પાર્ટી કરવામાં આવતી હોય છે. ન્યુ યર પાર્ટીઓને લઇને યુવાનોમાં ખાસ કરીને આકર્ષણ હોય છે. પરંતુ ગુજરાત ડ્રાય સ્ટેટ છે. જેમાં દારૂ પિવું અથવા લાયસન્સ વગર રાખવું કાયદેસર ગુનો બને છે. તેમ છત્તા દારૂ મળી આવતો હોય છે.

નબીરાઓ પાસેથી મોંઘીદાટ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી

ઓર્બિટ – 99 ખાતે ચાલતી ન્યુ યરની પાર્ટીમાં નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે 2 – BACARDI White Rum, 1 – Absolut Vodka, 1 – Chivas Regal 12 Year Old Whisky સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પોલીસે મોંઘીદાટ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો સાથે મ્યુઝિક સિસ્ટમ પણ જપ્ત કરી હતી.

 

પાર્ટી કરી રહેલા યુવક – યુવતીના મોંઘા મોબાઈલ અને BMW સહિતની કાર જપ્ત કરાઈ

નવા વર્ષની ઉજવણી કરી રહેલા યુવક યુવતિઓના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. તમામ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે યુવક – યુવતિના મોંઘા મોબાઇલ તથા BMW સહિતની મોંઘી લક્ઝુરીયસ કાર જપ્ત કરી હતી. આમ, પોલીસે લક્ઝુરીયસ ચીજ વસ્તુઓ પણ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud