• ડો. સમશેરસિંગને સરકાર ના ટ્રબલ શુટર (સંકટ મોચક) તરીકે માનવામાં આવે છે.
  • વડોદરાના નવા નિયુક્ત કરાયેલા પોલીસ કમિશ્નર શિસ્તબદ્ધ રીતે કામ કરવા માટે ટેવાયેલા છે
Social Media Image

WatchGujarat. સામાન્ય રીતે સનદી અધિકારીઓ પોતાની કામ કરવાની આગવી શૈલીના કારણે ડિપાર્ટમેન્ટ તથા લોકોમાં અલગ ઓળખ ઘરાવતા હોય છે. વડોદરાના નવા નિયુક્ત કરાયેલા પોલીસ કમિશ્નર શિસ્તબદ્ધ રીતે કામ કરવા માટે ટેવાયેલા છે. જેને કારણે આગામી દિવસોમાં ગુટલીબાજ અથવાતો ડ્યુટી પ્રત્યે સહેજ પણ ઢીલાશ ભર્યો અભિગમ ધરાવતા પોલીસ કર્મીઓ પર તવાઇ આવી શકે તેમ છે.

ડો. સમશેરસિંગને સરકાર ના ટ્રબલ શુટર (સંકટ મોચક) તરીકે માનવામાં આવે છે. તેમને અગાઉ આપેલી પોસ્ટીંગ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, જ્યાં જ્યાં કાયદો અને વ્યવસ્થા બગડે છે. ત્યારે IPS ડો. સમશેરસિંગની નિયુક્તિ ત્યાં કરી દેવામાં આવે છે. ડો. સમશેરસિંગની કામ કરવાની અલગ શૈલી છે. જે તેમની બીજા IPS અધિકારીથી અલગ પાડે છે. ડો. સમશેરસિંગ ફિલ્ડ પર રહીને પોતાની કામગીરી કરવામાં માને છે. એટલે રસ્તા પરથી પસાર થતી વેળાઓ પોલીસની કામગીરીનું નિરીક્ષણ કરતા શહેર પોલીસ કમિશ્નર જાતે જ નજરે પડે તો બિલકુલ નવાઇ પામવું નહિ.

ડો. સમશેરસિંગના દરવાજા સામાન્ય શહેરીજનો માટે સદાય ખુલ્લા રહે છે. તેઓ પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાને વળગી રહેલા છે. જેને લઇને તેમને સોંપવામાં આવેલી ડ્યુટી પર તેઓ મોડી રાત સુધી કામ કરતા જોવા મળતા હતા. પોતાની ફરજ પ્રત્યે ખુબ જ સજાગ ડો. સમશેરસિંગની બીજી બાજુ એવી છે કે, તેઓ કાયદાની આડે કોઇનું પણ નથી ચલાવતા. એક તબક્કે પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મી દ્વારા પણ જો કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેની સાથે પણ કાયદાની રાહે કાર્યવાહી કરવામાં સહેજ પણ ખચકાટ અનુભવતા નથી. એટલે હવે શહેરમાં પોલીસ અથવાતો ગુનેગારો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તમારૂ આવી બન્યું સમજવુ.

તાજેતરમાં શહેરમાં સ્ટેટ મોનીટરીંગ દ્વારા દારૂ અને જુગારના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. જે શહેરમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાની હકીકત જણાવતા હતા. જો કે હવે નવા નિયુક્ત કરાયેલા શહેર પોલીસ કમિશ્નર સામે દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારાઓ પર તવાઇ આવશે. લોકો માટે સદાય ઉપલબ્ધ અને ગુનેગારો માટે આફત ગણાતા ડો. સમશેરસિંગના ચાર્જ લીધા બાદ પોલીસ ડિપાર્ટમેન્ટમાં વહીવટી ક્ષેત્રે ઉથલ પાથલ આવી શકે છે. કાયદા તોડનારાઓ માટે ડો. સમશેરસિંગ સવાશેર સાબિત થશે.

ડો. સમશેરસિંગ રાજકીય પાર્ટી અથવાતો લાગવગની જગ્યાએ કાયદાની રાહે જ કામગીરી કરવાનું પસંદ કરે છે. જેને લઇને કોઇ પણ પ્રકારના દબાણથી પર રહીને તેઓ ફરજ બજાવે છે. જો કે ડો. સમશેરસિંગ સરકારની ગુડબુકમાં સ્થાન પામતા નથી. પરંતુ જ્યાં જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વણસે ત્યાં તેમને નિયુક્ત કરી દેવામાં આવે છે. અને તેમના પદભાર સંભાળ્યા બાદ લો એન્ડ ઓર્ડર મેઇન્ટેન થતું જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, ડો. સમશેરસિંગની ACB (એન્ટી કરપ્શન બ્યુરો ), સુરત રેંજ IG, CID ક્રાઇમ, 2 વખત SCRB (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો) નિયુક્તિ કરવામાં આવી હતી. કાયદાનું પાલન કરાવતી વખતે અગાઉ અનેક વખત તેઓની બદલી કરવામાં આવી હતી. પરંતુ તેમના ફરજ પ્રત્યેના જુસ્સામાં સહેજ પણ ધટાડો જોવા મળતો નથી. તેઓ બદલીની ચિંતા કર્યા વગર જ કામ કરતા રહે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud