• પોપટ અનુસૂચિત જાતિ શિડયુઅલ (4) માં આવેલ છ, લાલ મોઢાના માંકડ શિડયુઅલ (2) માં આવે છે. પાણી નો કાચબો શિડયુઅલ (1) માં આવે છે
  • GSPCA અને વન વિભાગ દ્વારા વર્ષ 2021 નું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન સફળતા પુર્વક પાર પાડવામાં આવ્યું
  • હાલ રેસ્ક્યૂ કરાયેલા બધા વન્ય જીવ સમાજિક વનીકરણ વિભાગના RFO નિધિબેન દવેના તબામાં છે

WatchGujarat. લોકો પોતાના શોખ ખાતર વન્યજીવોનો ઘરમાં ગોંઘી રાખતા હોય છે. જેને પગલે પ્રાણીઓને મુક્ત વાતાવરણ મળવાની જગ્યાએ તેઓ વ્યક્તિ દ્વારા નક્કી કરવામાં આવેલી જગ્યા અથવા પીંજરામાં રહેવા મજબુર બનતા હોય છે. વડોદરાની GSPCS સંસ્થા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત રીતે વિવિધ જગ્યાએ રેડ કરીને વન્યજીવોની કક્ષામાં આવતા પોપટ અને કાચબા સહિત કુલ 101 જીવોને મુક્ત કરાવ્યા હતા. વર્ષ 2021 નું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન સફળતા પુર્વક પાર પાડવામાં આવ્યું હતું.

શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરમાં ગોંઘીને રાખવામાં આવેલી વન્ય જીવો અંગે GSPCA સંસ્થાને બાતમી મળી હતી. બાતમીના આધારે GSPCA સંસ્થાના રાજ ભાવસાર અને વનવિભાગની ટીમોએ વન્યજીવોને મુક્ત કરાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સંયુક્ત ટીમોએ આજવારોડ, કિશનવાડી, બરાનપૂરા, કારેલીબાગ, તાંદલજા, તરસાલી, સોમાં તળાવ, વાડી, પાણીગેટ, સિટી, વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી હતી. તમામ જગ્યાઓ પર કરવામાં આવેલી રેડમાં સંયુક્ત ટીમને મોટી સફળતા મળી હતી.

રાજ ભાવસાર અને સ્વયં સેવક રમેશભાઈ યાઈસ અને સામાજિક વનીકરણ વિભાગના RFO નિધિ બેન દવેની ટીમ સાથે મળીને કુલ 101 વન્ય જીવ મુક્ત કરાવ્યા હતા.

મેગા રેસ્ક્યુ ઓપરેશનમાં કેટલા વન્યજીવો મુક્ત કરવામાં આવ્યા

પહાડી પોપટ – 24

શૂડો પોપટ – 63

તુઇ – 7

માંકડા (લાલ મોઢાના) – 3

શિંગાપુરી કાચબા – 2

સ્ટાર કાચબો – 1

પાણી નો કાચબો – 1

પોપટ અનુસૂચિત જાતિ શિડયુઅલ (4) માં આવેલ છ, લાલ મોઢાના માંકડ શિડયુઅલ (2) માં આવે છે. પાણી નો કાચબો શિડયુઅલ (1) માં આવે છે. અને સ્ટાર કાચબો શિડયુઅલ (4) માં આવેલ છે. જીવઅધિનિયમ (1972) ની વિવિધ કલમો અનુસાર, 7 વર્ષ ની સજા અને રૂપિયા 25 હજાર સુધી ના દંડની જોગવાઈ અને સજા પાત્ર ગુનો બને છે. આ બધા વન્ય જીવ સમાજિક વનીકરણ વિભાગના RFO નિધિ બેન દવે ના તબામાં છે. અને આગળ ની તપાસ ચાલુ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud