• અમદાવાદ, સુરત બાદ હવે વડોદરામાં પણ નાઇટ કર્ફ્યુનો સમય લંબાયો
  • કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા વડોદરા પોલીસ કમિશ્નરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું

WatchGujarat. રાજ્યભરમાં કોરોના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે અઠવાડીયાથી સતત કોરોના દર્દીઓની સંખ્યા વધી રહીં છે. ત્યારે એક તબક્કે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરોમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ જાહેર કર્યું હતુ. જોકે પરિસ્થિતિ વિકટ બનતા હવે અમદાવાદ અને સુરત બાદ વડોદરામાં પણ નાઇટ કર્ફ્યુનો સમય લંબાવી દેવામાં આવ્યો છે. જે અંગે શહેર પોલીસ કમિશ્નર દ્વારા આજરોજ જાહેર નામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 19 માર્ચથી 31 માર્ચ સુધી નાઇટ કર્ફ્યુનો સમય રાત્રે 9થી સવારે 6 સુધી કરી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં ચુંટણી પતી ગયા બાદ કોરોના પોઝીટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને તંત્ર હવે એક્શનમાં આવ્યું છે. અને તમામ પ્રકારના અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં રાત્રી કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે વડોદરામાં પણ રાત્રી કર્ફ્યુ નો સમય વધારવામાં આવ્યો છે. હવે રાત્રી કર્ફ્યુનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. અને શનિવાર અને રવિવારના રોજ તમામ મોલ – મલ્ટીપ્લેક્ષ બંધ રાખવાનો નિર્ણય ઓ.એસ.ડી ડો. વિનોદ રાવ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોના કામ વગર બહાર નહિ નિકળવાની અપીલ પણ કરવામાં આવી છે.

શહેરમાં વધી રહેલા કોરોના કેસોની સંખ્યા ચિંતાજનક જોવા મળતા રાજ્ય સરકારે ફરી એક વખત ડો. વિનોદ રાવને વડોદરા ખાતે મોકલ્યાં છે. વર્ષ 2020માં જે રીતે OSD ડો. વિનોદ રાવ દ્વારા કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે આયોજનો કરવામા આવ્યાં હતા. તેનુ એક વર્ષ બાદ પુનરાર્તન થતુ જોવા મળી રહ્યું છે. અમદાવાદ અને સુરતમાં કોરોના કેસોની સંખ્યા વધતા નાઇટ કર્ફ્યુનો સમય લંબાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે વડોદરામાં પણ રાત્રી કર્ફ્યુનો સમય લંબાવી રાતે 9થી સવારે 6 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે.

આ મામલે શહેર પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે. વડોદરામાં તહેવારના સમય દરમિયાન બજારોમાં ખુબ જ બીડ જોવા મળી છે. તેમજ હરવા ફરવા તથા ખાણી પીણીની જગ્યાઓ ઉપર ખુબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં હોય છે. આ બધા કારણોસર કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેવા હેતુસર, લોકોના સ્વસ્થ્ય સુરક્ષા અને જાહેર જનાતના હીતમાં તા. 19 માર્ચ (આજથી) 31 માર્ચ સુધી રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

જેથી શહેરીજનોએ પોતાના રહેણાંક મકાનની બહાર નિકળવુ નહીં. તેમજ કોઇપણ માર્ગ જાહેર રાહદરી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેરા જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહીં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud