• ગ્રેડ પે , પગાર, આઉટસોંરસિંગ, સ્ટાઈપન્ડ, ખાલી પડેલી જગ્યા સહિતના મુદ્દે પ્લેકાર્ડ બતાવ્યા, 17 મે સુધી કાળીપટ્ટી પેહરી ફરજ બજાવશે,જે બાદ હડતાલનું શસ્ત્ર
  • નર્સોને બે ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની જેમ 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર અપાય

WatchGujarat.  ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેરના કાળાકહેર વચ્ચે ત્યારે નર્સ અને ડોડક્ટો પોતાની માંગો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. બુધવારે નર્સિંગ ડે એ રાજ્યભરની નર્સો સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલની 35 નર્સોએ પણ ઉજવણી સાથે 15 જેટલી પોતાની માંગ સાથે કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.

યુનાઈટેડ નર્સિંગ ફોરમની અગાઉની પોતાની પડતર 15 જેટલી માગણીઓને લઈને કોઈ પણ સમાધાન નહીં કરવામાં આવતાં ફરી નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ હાજર 35 નર્સિંગ સ્ટાફે પણ સવારથી જ કાળી પટ્ટી ધારણ કરીને હાથમાં પ્લેકાર્ડ બતાવી વિરોધ નોંધાવ્યો હતો.

હોસ્પિટલના સ્ટાફ નર્સ જીગલ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાં દરેક જિલ્લાઓમાં નર્સીંગ સ્ટાફ પોતાની તથા પોતાના પરિવારોની ચિંતા કર્યા વગર ખડે પગે પોતાની ફરજ નિભાવી રહી છે. નર્સોની માંગ મુજબ તેમને ગ્રેડ પે ₹4200 અને ખાસ ભથ્થાઓ ₹9600 પ્રતિ માસ ચૂકવાય. સાથે જ આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરીને ₹35000 માસિક પગાર ચૂકવાય, નર્સિંગ સ્ટુડન્ટ્સમાં ડીપ્લોમા દરમિયાન ₹15000 પ્રતિ માસ સ્ટાઈપેન્ડ અપાય અને ડિગ્રી અભ્યાસમાં (બેઝિક BSC) ફાઈનલ વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન ₹18000 પ્રતિ માસ ચૂકવાય.

નર્સોને બે ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની જેમ 10-20-30 વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર અપાય. રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી લગભગ 4000 જગ્યા તાત્કાલિક ધોરણે ભરીને હાલની અછત દૂર કરવાની માંગો છે. આગામી 17 મે સુધી આ આ પ્રકારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવનાર છે. જો 17મી સુધી કોઈ માગણી નહીં સંતોષાય તો નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud