• વડોદરામાં નહસિંહજીની પોળ અને કિશનવાડી ખાતે આવેલા નરસિંહજી ચોક નજીક ભગવાન નરસિંહજીના વર્ષો જુના મંદિર આવેલા છે
  • કોરોનાને કારણે તમામ તહેવારો પર ગ્રહણ લાગ્યું છે
  • રાજ્ય સરકારે હોળી પર્વની ઉજવણી પર નિયમો લાદ્યા, ધુળેટી પર પ્રતિબંધ
  • શહેરમાં વૈદિક હોળીનું મહત્વ દિવસેને દિવસે વધતું જાય છે

WatchGujarat. દર વર્ષે હોળી અને ધુળેટી પર્વ ભારે રંગેચંગે ઉજવવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાને કારણે હોળી પ્રગટાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ નિયમો બહાર પાડવામાં આવ્યા છે. અને રંગોના પર્વ ધુળેટીની ઉજવણી પર તો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જો કે, તેવા સમયે પણ વડોદરામાં વર્ષો જુના મંદિર સામે હોળી પ્રગટાવવા માટેની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે.

સ્થાનિકના મતે વડોદરામાં નહસિંહજીની પોળ અને કિશનવાડી ખાતે આવેલા નરસિંહજી ચોક નજીક ભગવાન નરસિંહજીના વર્ષો જુના મંદિર આવેલા છે. કિશન વાડી ખાતે આવેલા મંદિરમાં નરસિંહજી રૌદ્ર સ્વરૂપે બિરાજમાન છે. વડોદરાના કિશનવાડી સ્થિત નરસિંહજીની ચોક ખાતે આવેલું ભગવાન નરસિંહજીનું મંદિર વર્ષો જુનું હોવાની સાથે અનેક ખાસીયત ધરાવે છે. અહિં આવેલા મંદિરને માટીથી બનાવવામાં આવ્યું છે. મંદિર પર વિશેષ કોરતણી કરેલો ગુંબજ છે, તેને પણ માટી વડે તૈયાર કરવામાં આવ્યો છે. દર વર્ષે અહિંયા કમળા કંઠીની અનોખી વેલ થાય છે. જેને લઇ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહિંયા આવતા હોય છે.

કિશનવાડી સ્થિત ભગવાન નરસિંહજીના મંદિરની સામે આજે સાંજે વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે. વૈદિક હોળીનું નિર્માણ તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. જેને લઇને લોકોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.

હોળીકા દહન સાથે સંકળાયેલી પૌરાણીક કથા

હિરણ્યકશ્યપ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં’. વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો,  અને  બધે જ તેણે હાહાકાર મચાવી દીધો હતો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવી અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.

આ દરમિયાન, હિરણ્યકશ્યપનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં. અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક લખતે તે નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશ્યપે બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા પાસે એક એવી ઓઢણી હતી જેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો બહાર આવ્યો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

પછી ભગવાન વિષ્ણુ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશ્યપનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું હોળી પર્વ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud