• વિદેશમાં મટીરીયલ સપ્લાય કરવાના મામલામાં વડોદરાના ટ્રેડરને ગઠિયાઓએ લાખોનો ચુનો ચોપડ્યો
  • સ્વિડનની કંપની સાથે કેન્સર તથા અન્ય રોગની સારવાર માટે મટીરીયલની ડિમાન્ડ આવતા ટ્રેડર કામે લાગ્યા હતા
  • સેમ્પલ મળ્યા બાદ સેંકડો લીટર મટીરીયલની માંગ આવતા પૈસાની આપ-લે થઇ
  • શહેર સાયબર ક્રાઇમના અધિકારીઓએ મુંબઇથી આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી શરૂ કરી

WatchGujarat. મધ્યગુજરાતમાં વડોદરા તથા તેની આસપાસ મહત્વની કેમીકલ ફાર્મા કંપનીઓ આવેલી છે. અને તેમાં કેમીકલની ડિમાન્ડ ભારે રહેતી હોય છે. તાજેતરમાં વડોદરાના વેપારીને કેન્સર અને ન્યુરોલોજીકલ ટ્રીટમેન્ટ માટે ઉપયોગી મટીરીયલની ખરીદી કરવાના બહાને ગઠિયાઓએ ચુનો રૂ. 22.67 લાખનો ચુનો ચોપડ્યો હતો. જેને લઇને સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. અને મોડી સાંજે પોલીસે એક નાઇજીરીયનની ધરપકડ કરી હતી.

પોલીસ ફરિયાદ પ્રમાણે, શહેરના સીંધરોટ રોડ પર રહેતા મયંક આનંદલાલ શાહ (ઉં-54) વ્યવસાયે વેપાર કરે છે. અને એસ્ટર રીટેલ પ્રા.લી. નામની ફર્મ ચલાવે છે. તેમના દ્વારા ડિસેમ્બર,20 માસમાં સ્વીડનની પાર્ટી સાથે ઇમેલ મારફતે કેન્સર તથા ન્યુરોલોજીકલ ટ્રીટમેન્ટ માટે ઉપયોગી XYLOPIA AETHIOPICA EXTRACT નામનું મટીરીયલ ખરીદવા અંગે વાત થઇ હતી. ત્યાર બાદ ઇમેલની આપલેમાં ખરીદ – વેચાણ અંગેની માહિતીની આપલે કરવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય વ્યક્તિ સાથે મટીરીયલની ક્વોલીટી સપ્લાય અને કિંમત અંગેની ચર્ચા થઇ હતી. ક્વોટેશન મળ્યા બાદ પ્રથમ રૂ. 89 હજાર મોકલવામાં આવ્યા હતા. જેના બદલામાં કંપનીએ 500 એમ.એલ મટીરીયલ મોકલી આપ્યું હતું.

ત્યાર બાદ સ્વિડનની પાર્ટીને સેમ્પલ મોકલવામાં આવ્યું હતુ. જે એપ્રુવ કરીને વધુ 810 લીટર મટીરીયલ મંગાવવામાં આવ્યું હતું. જેની ચુકવણી અલગ અલગ સમયે કરવામાં આવી હતી. વડોદરાના મયંક શાહે રૂ. 22.67 લાખ આપ્યા હતા. જો કે ત્યાર બાદ મટીરીયલ સપ્લાય કરનાર અને કસ્ટમર સાથે કોઇ સંપર્ક થયો ન હતો. આખરે વડોદરાના મયંક શાહે સમગ્ર મામલે અર્ચના એન્ટરપ્રાઇઝ ના પ્રોપરાઇટર આશિષ કુમાર વર્મા, દિશાકુમાર શર્મા સહિત અન્ય એક બેંક એકાઉન્ટ ધારક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે ઇમેલ તથા ટેકનીકલ સાયન્ટીફીક રીતે તપાસ કરતા પગેરુ મુંબઇ સુધી પહોંચ્યું હતું. પોલીસે મુળ નાઇજીરીયાના અને મુંબઇના મીરા રોડ પર રહેતા એલવીસ બોબી ઓવીની અટકાયત કરી હતી. અને તેનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud