માતા હસીના ખાન વર્ષ 2019 માં મેયર તરીકે ચૂંટાયા બાદ હાલમાં પાંચમી ટર્મ માટે ચૂંટાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ત્રણેય વિજેતા થતા અરગામા ગામમાં ખુશીનો માહોલ
WatchGujarat. વાગરા તાલુકાના અરગામા ગામના મૂળ વતની જેઓને ઈંગ્લેન્ડમાં અંગ્રેજો દ્વારા ખાન સાહેબનું બિરૂદ મળ્યું હતું. વર્ષો સુધી પોતાની આગવી પ્રતિભાથી રાજકારણમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ.અહમદ ખાનની અને ગામના માજી સરપંચ ઈબ્રાહીમ ખાનની પ્રપૌત્રી હસીનાએ પણ ચોર્લી નોર્થમાં રેડીયો એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
ત્યાર બાદ લેન્કેશાયર કન્ટ્રી કાઉન્સિલમાં લેબર પાર્ટીમાં પાયાના કાર્યકર તરીકે જોડાઈ ચોર્લી નોર્થના કાઉન્સીલર તરીકે રાજકીય પદાર્પણ કર્યુ હતુ. જેમાં વર્ષ 2006 માં લેન્કેશાયરમાં પ્રથમ મુસ્લિમ મહિલા કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
વર્ષ 2019 માં મેયર તરીકે સેવા આપી હતી. જયારે તેમના બંનેય બાળકોએ નાનપણથી જ તેમના નકશે કદમ ઉપર ચાલીને રાજકીય રાહ તરફ આગળ વધ્યા હતા.
જેના આધારે બંનેય બાળકોએ તેમની માતાથી પ્રેરણા લઇને હાલમાં સ્થાનિક ચૂંટણીમાં ઝપલાવ્યું હતું. જેમાં પુત્રી ઝારા તેની ચોર્લી કાઉન્સિલ પર બીજી વખત ચૂંટણીમાં ચૂંટાઈ આવી હતી અને માતા હસીના ખાન પાંચમી ટર્મ માટે ફરીથી ચૂંટાઈ આવી હતી. જયારે તેમનો પુત્ર સમીર ખાન પણ યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયો હયો. જેથી એક જ પરિવારમાંથી માતા અને પુત્ર અને પુત્રી વિજેતા થતા ગુજરાત અને ખાસ કરીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.