• માતાની અંતિમ યાદગીરી તો ચોરાઈ પણ બીજા કોઈની ચીજો ન ચોરાઈ તે માટે એ ડિવિઝન પોલીસમાં પુત્રની ફરિયાદ
  • સિવિલ હોસ્પિટલે PPE કીટમાં આપેલો મૃતદેહ જોતા માત્ર નાકની જડ જ હતી અન્ય ₹50000 ના દાગીના ગુમ

Watchgujarat.  કોરોનામાં વધતા જતા મૃત્યુ વચ્ચે હવે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં માતાનું મોત થતા PPE કીટ પહેરાવી અપાયેલ મૃતદેહ જોતા માતાના ગળામાં રહેલી સોનાની ચેઇન તેમજ હાથની બંગડીઓ ગાયબ હોવાથી પુત્રએ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને રજુઆત કરી હતી. સિવિલ હોસ્પિટલનાના તંત્ર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ નહિ મળતા એ ડિવિઝન પોલીસ મથકે રૂ. 50,000 ના દાગીના ચોરાયાની ફરિયાદ પુત્રે નોંધાવી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન દર્દીનું મોત નીપજયું હતું. જેમાં દર્દીના શરીર ઉપર રહેલા સોનાના દાગીના ગુમ થતા દર્દીના પરિવારે સિવિલ હોસ્પિટલ સત્તાધીશોને રજૂઆત કરી હતી પરંતુ કોઇ યોગ્ય જવાબ ન મળતા દર્દીના પરિવારને ન્યાય આશાએ પોલીસમાં ફરિયાદ કરવાની કામગીરી કરી હતી. ત્યારે હવે મૃત્યુ બાદ પણ દાગીનાની ચોરી થતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

શહેરના નવી વસાહત વિસ્તારમાં રહેતા સરોજબેન મણીભાઈ રાણાને કોરોનાના લક્ષણ લાગતા તેઓને તાત્કાલીક સારવાર માટે ગત 26 એપ્રિલે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેઓના ગળામાં સોનાની ચેઇન અંદાજિત કિંમત રૂપિયા 40000 બંને હાથમાં સોનાની બંગડી ની કિંમત રૂપિયા અંદાજીત 10000 અને નાકમાં સોનાની જડ પહેરેલી હતી.

સરોજબેન રાણા એ 27 એપ્રિલે બપોરે 12 કલાકે અંતિમ શ્વાસ લીધો હતો. જે અંગેની જાણ તેમના પરિવારને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને હૈયાફાટ રૂદન સાથે પુત્ર અને પરિવાર આઘાતમાં ડૂબી ગયો હતો. સિવિલ હોસ્પિટલમાંથી સરોજબેન રાણા ના મૃતદેહને PPE કીટમાં કોવિડ ની ગાઈડલાઈન મુજબ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

અંતિમ સંસ્કાર કોવિડ સ્મશાન ખાતે કરવા માટે એમ્બ્યુલન્સ મારફતે પરિવાર લઈ જવાયો હતો. દરમિયાન એમ્બ્યુલન્સમાં રહેલા મૃતકના પુત્ર કિર્તીભાઈ રાણાએ માતાએ પહેરેલા ઘરેણા ચેક કરતાં તેઓના ઘરેણા ગુમ હતા. અંતિમ સંસ્કાર કર્યા બાદ અન્યવિધિ આટોપી પુત્ર માતાની યાદગીરી સમાન તેમની શરીર પરથી ગાયબ ચીજવસ્તુઓ અંગે તપાસ કરવા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો.

સિવિલ સત્તાધીશોને મૃતકે પહેરેલા દાગીના ગુમ હોવાની જાણ કરતા પુત્રને કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો પરંતુ હોસ્પિટલમાં કોઈએ તેના દાગીના ચોરી લીધા હોવાની ફરિયાદ કરી હતી ત્યારે હવે સિવિલ સત્તાધીશોમાં માનવતા મરી પરવારી છે દર્દીના મૃત્યુ બાદ પણ તેના શરીર ઉપર રહેલા દાગીના પણ કાઢી લેતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે.

સમગ્ર મુદ્દે કિર્તીભાઈ રાણાએ ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી તેઓની માતા ના દાગીના ગુમ થયા હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરી ન્યાયની આશા વ્યક્ત કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud