• ચુંટણી સમયે અને ત્યાર બાદ શિવજીકી સવારીના કાર્યક્રમમાં લોકોની ભીડ સામે તંત્ર દ્વારા કોઇ પગલા નહિ લેવાતા વિવાદ થયો હતો
  • કેસોમાં ઉછાળો આવતા પ્રજા પર આકરા નિયમો લાદી દેવામાં આવ્યા
  • શનિવારે ઇશ્યુ કરવામાં આવેલા નોટીફીકેશનથી શહેરમાં કોરોનાની ગંભીર સ્થિતીનો અંદાજો લગાડી શકાય

 

WatchGujarat. છેલ્લા બે સપ્તાહથી શહેરમાં કોરોના કેસોમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે. જેને લઇને હવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી દેવામાં આવી છે. શનિવારે ઓએસડી ડો. વિનોદ રાવ દ્વારા નોટીફીકેશન ઇશ્યુ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, 22 માર્ચ થી 10 એપ્રીલ સુધી શક્ય હોય તેવા કિસ્સાઓમાં હોસ્પિટલોમાં સર્જરી  મુલતવી રખાશે, તેની સાથે જોડાયેલી હોસ્પિટલોને કેપેસીટી વધારવા માટે જણાવાયું છે. આમ, તંત્ર દ્વારા આવનાર સમયમાં આવતા પડકારો સામે તૈયારીઓ કરી દેવામાં આવી છે.

શહેરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.તાજેતરમાં જ ચુંટણી સમયે અને ત્યાર બાદ શિવજીકી સવારીના કાર્યક્રમમાં લોકોની ભીડ સામે તંત્ર દ્વારા કોઇ પગલા નહિ લેવાતા વિવાદ થયો હતો. ભીડને કારણે શહેરમાં કોરોના ફરી વકર્યો છે. અને તેની સાથે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. અને રાત્રી કર્ફ્યુ સહિતના આકરા નિયમો લોકો પર લાદી દેવામાં આવ્યા છે. જેને કારણે ગત વર્ષે કોરોનાનો માર વેઠી માંડ બેઠા થયેલા વેપાર ઉદ્યોગોને ફરી માર પડ્યો છે.

શનિવારે સાંજે વડોદરામાં કોવિડ મેનેજમેન્ટ માટે ઓ.એસ.ડી તરીકે મુકાયેલા ડો. વિનોદ રાવે નોટીફીકેશન ઇશ્યું કર્યું હતું. અને તેમાં આપવામાં આવેલા આદેશો પરથી શહેરમાં કોરોનાની સ્થિતીની ગંભીરતાનો અંદાજો આવી શકે તેમ છે.

નોટીફીકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, વડોદરા શહેરમાં હોસ્પિટલોમાં તમામ પ્રકારની વૈકલ્પિક સર્જરી  22 માર્ચ થી 10 એપ્રીલ સુધી મુલતવી રાખવામાં આવશે. અનિવાર્ય સંજોગોમાં સર્જરી કરી શકાશે. કોવિડ ટ્રીટમેન્ટ માટે જોડાયેલી હોસ્પિટલોએ વધુ દર્દીઓને સમાવી શકાય તેવી કેપેસીટી વધારવી પડશે. તમામ હોસ્પિટલોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, જરૂરી હોય તેવા કિસ્સાઓમાં દર્દીઓ ઘરે રહીને સારવાર આપવામાં આવે. ઘરે રહીને સારવાર લેતા દર્દીઓ ખાનગી હોસ્પિટલ અથવાતો અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાંથી જરૂરી સેવાઓ મેળવી શકે છે.

જો હોસ્પિટલો કોવિડ હેલ્થ સેન્ટર અથવાતો ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જોડાયેલી નથી. તેઓએ 25 માર્ચ સુધીમાં જરૂરી પ્રક્રિયા પુર્ણ કરે. જો કોઇ પણ પ્રકારે નોટીસનો ભંગ કરવામાં આવશે તો તેમની સામે IPC અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

આમ, તંત્ર દ્વારા આગામી સમયમાં આવનારા પડકારોને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને હોસ્પિટલોને વધુ સજ્જ થવા આદેશ કરાયા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud