પ્રાણવાયુની માંગમાં ઉછાળો આવતા હવે અનેક વિકલ્પો તરફ લોકો વળ્યા
શહેર સહિત રાજ્યમાં કોરોનાની સુમાનીમે પગલે દર્દીઓની સંખ્યામાં વધારો થતા ઓક્સિજનની માંગ વધી
એકાએક માંગ વધતા મોં માંગી કિંમતે પોર્ટેબલ કોન્સન્ટ્રેટર મશીન ખરીદવા પડે તેવી સ્થિતી સર્જાઇ
એકાદ મહિનામાં કોન્સન્ટ્રેટરના વિવિધ વિકલ્પો માર્કેટમાં આવશે, જેને પગલે સ્થિતીમાં સુધારો થશે – અલ્પેશ પટેલ
WatchGujarat. રાજ્યમાં હાલ કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોનાની સુનામીમાં રાજ્યના તમામ શહેરોમાં કોરોના પોઝીટીવ આંક રોજે રોજ પોતાનો નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. તેવા સમયે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થવાને પગલે ઓક્સિજનની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ શહેરોને ફાળવાતો ઓક્સિજનનો જથ્થો નિયત કરી દીધો છે. જેને લઇને ઓક્સિજનની માંગ પુરી કરવા માટે ડોક્ટરો હવે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન મોટા પાયે ખરીદી રહ્યા છે. મશીનની માંગમાં એકાએક ઉછાળો આવતા તેના ભાવમાં 70 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
હવે ઓક્સિજનની માંગને પુરી કરવા માટે લોકોનો પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની ખરીદી તરફ ઝોક
વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાના કેસો કુદકે ને ભુસકે વધી રહ્યા છે. સરકાર ગમે તેટલી આંકડાની માયાજાળ રચે પરંતુ કોરોના પોઝીટીવ દર્દીઓથી ઉભરાઇ રહેલી હોસ્પિટલો અને સ્મશાનગૃહમાં પોતાનો વારો આવવાની રાહ જોતા મૃતદેહો હકીકતનો અંદાજો લગાડવા માટે પુરતા છે. વડોદરામાં પણ સ્થિતી દિવસેને દિવસે વણસી રહી છે. વડોદરાની આસપાસ મધ્યગુજરાતમાં સૌથી મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. પરંતુ હાલની સ્થિતી એવી છે કે, વડોદરાની જરૂરીયાત કરતા પણ ઓછો ઓક્સિજનનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. તેવી કપરી પરિસ્થિતીમાં હવે ઓક્સિજનની માંગને પુરી કરવા માટે તબિબો હવે મોટા પાયે પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનની ખરીદી કરી રહ્યા છે. એકાએક ઓક્સિજન કોન્સન્ટ્રેટરની માંગમાં ઉછાળો આવવાને કારણે તેના ભાવ પણ ઉંચકાયા છે.
હવામાંથી ઓક્સિજન ભેગો કરી આપતા પોર્ટેબલ કોન્સન્ટ્રેટરની માંગમાં ઉછાળો
કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ના પ્રેસીડેન્ટ અલ્પેશ પટેલે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઓક્સિજનની માંગને પુરી કરવા માટે હવે લોકો અને ડોક્ટર્સ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ખરીદી કરી રહ્યા છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર દ્વારા હવામાંથી ઓક્સિજન લઇને દર્દીને આપી શકાય છે. એક મશીનની મીનીમમ કેપેસીટી 5 લીટરની હોય છે. હાલ ઓક્સિજનની માગમાં એકાએક ઉછાળો આવતા હવે જરૂરીયાતમંદ તેની ખરીદી વધારે પ્રમાણમાં કરી રહ્યા છે. ઓક્સિજનની જ્યારે આટલી માંગ ન હતી ત્યારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન રૂ. 50 હજારની આસપાસ પ્રતિયુનિટ વેચાતા હતા. પરંતુ છેલ્લા થોડાક દિવસોમાં કોન્સન્ટ્રેટરની પ્રતિ યુનિટ કિંમત રૂ. 85 હજાર જેટલી પહોંચી છે. આમ, થોડાક સમયમાં ઓક્સિજન પોર્ટેબલ કોન્સન્ટ્રેટરની કિંમતમાં 70 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે.
એકાદ મહિનામાં કોન્સન્ટ્રેટરના વિવિધ વિકલ્પો સામે આવશે
અલ્પેશ પટેલે ઉમેર્યું હતું કે, કોરોનાની સ્થિતીનો ક્યારે અંત આવશે તેનો અંદાજો લગાડી શકાય તેમ નથી. એટલે કોન્સન્ટ્રેટરની માંગ ક્યાં સુધી રહેશે તેના વિશે કંઇ કહેવાય તેમ નથી. પરંતુ એકાદ મહિનામાં કોન્સન્ટ્રેટરના વિવિધ વિકલ્પો સામે આવશે. જેને કારણે હાલ ડિમાન્ડ અને સપ્લાયની જે સ્થિતી છે તેમાં થોડોક સુધારો જોવા મળી શકે તેમ છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટરની માંગ સામે હાલ તેનો સપ્લાય ખુબ જ ઓછો છે.
માંગ વધતા ભાવમાં અસમાનજતા સર્જાઇ
ખાનગી હોસ્પિટલના સંચાલકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનના ભાવો ભારે ઉંચકાયા છે. એટલી હદે કે જ્યારે મશીન બુક કરાવીએ ત્યારે કોઇ ભાવ જણાવતું નથી. પરંતુ ડીલીવરી મળે ત્યારે મોં માંગ્યા ભાવ આપીને ખરીદવા પડે છે. હાલ ઓક્સિજનની સમસ્યાને લઇને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનનો ઉપયોગ વધ્યો છે. પરંતુ તેના માંગને કારણે તેના ભાવમાં સર્જાયેલી અસમાનતા સત્વરે દુર થવી જોઇએ.
કેવી રીતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન કામ કરે છે
કુદરતી હવામાં ઓક્સિજનનું પ્રમાણ 21 ટકા અને નાઈટ્રોજન વાયુનું પ્રમાણ 78 ટકા છે. આ સિવાયના અન્ય વાયુનું પ્રમાણ 1 ટકા જેટલું હોય છે. કોન્સન્ટ્રેટરનું કામ ખુલ્લી હવામાંથી ઓક્સિજન છૂટો પાડીને તેને શુદ્ધ સ્વરૂપમાં લાવવાનું હોય છે. એ માટે પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પ્શન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. જે હવામાંથી ઓક્સિજન અલગ તારવે, તેને મહત્તમ શુદ્ધ સ્વરૂપમાં લાવે અને નળી વાટે પ્રેશરથી દર્દીને પૂરો પાડે છે. જ્યાં લિક્વિડ ઓક્સિજન કે પમ્પિંગ વડે પ્રેશર ઓક્સિજન આપવાનું મુશ્કેલ હોય ત્યાં ઓક્સિજનનું પોર્ટેબલ કોન્સન્ટ્રેટર ખૂબ ઉપયોગી બને છે.