• કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતા હવે શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન, ફેવિપિરીન દવા સહિતની અછત
  • નવલખી મેદાનમાં શરૂ કરાયેલા ઓક્સિજન રીફીલીંગ પ્લાન્ટમાં પુરવઠો ખુટતા તબિબો ચિંતીત બન્યા
  • ચુંટાયેલા પ્રતિનીધીઓ દ્વારા ઓક્સિજનની ઘટ પુરવા માટે કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી
  • ઓક્સિજનના જથ્થા અંગે કોઇ નિર્ણય નહિ લેવાયો તો મોટી જાનહાની થઇ શકે

WatchGujarat.  શહેરની મધ્યમાં આવેલા નવલખી ગ્રાઉન્ડમાં ઓક્સિજન રીફીલીંગ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેને લઇને હોસ્પિટલ સંચાલકો તથા દર્દીઓના જીવ વધુ એક વખત તાળવે ચોંટે તેવી સ્થિતીનુ નિર્માણ થયું હતું. શહેરમાં ઓક્સિજનની અવ્યવસ્થા માટે કોઇ જવાબદારી લેતું નથી. અને દરરોજ ઓક્સિજનની અછતના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતીનું સર્જન થયું રહે છે.

વડોદરા સહિત રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. સુનામીમાં રોજે રોજ કોરોના પોઝીટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતા હવે શહેરમાં રેમડેસિવિર ઇન્જેક્શન, ઓક્સિજન, ફેવિપિરીન દવા સહિતની અછત પણ સર્જાઇ રહી છે. તેવા સમયે જરૂરી દવા દર્દીને સમયસર ન મળે તો બચવાની શક્ચતાઓમાં ઘટાડો થાય છે. દરમિયાન વડોદરામાં છેલ્લા કેટલાય દિવસથી ઓક્સિજનનો સપ્લાય નિયમીત માત્રામાં સમયસર મળતો નથી. જેને પગલે અનેક હોસ્પિટલોમાંથી દર્દીઓને શિફ્ટ કરવાની નોબત આવી છે. આજે પણ ઓક્સિજનની અવ્યવસ્થા યથાવત છે.

શહેરમાં હોસ્પિટલોને નિયમીત રીતે ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટે નવલખી મેદાન ખાતે રીફીલીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આજે રીફીલીંગ સેન્ટરમાં ઓક્સિજનનો જથ્થો ખુટી પડ્યો હતો. જેને લઇને ઓક્સિજનનો બોટલ રીફીલ કરાવવા માટે આવેલા વાહનોની કતાર જોવા મળી હતી. ઓક્સિજન ભરાવવા માટે આવેલા ટેમ્પા ચાલકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલની ઓક્સિજનની બોટલ રીફીલ કરાવવા માટે અહિંયા આવ્યો છું. હાલ ઓક્સિજન નથી. એક કલાકથી ઉભો છું. ઓક્સિજન અંગે પુછ્યું તો જવાબ મળ્યો કે ઓક્સિજન આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ઓક્સિજનનો પુરવઠો નિયત માત્રામાં નિયમીત રીતે નહિ મળવો અત્યંત ગંભીર ઘટના છે. ચુંટાયેલા પ્રતિનીધીઓ દ્વારા આ અંગે કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી. માત્ર સરકારને રજુઆત કરીને સંતોષ માણવામાં આવે છે. તેવા સંજોગોમાં રોજે રોજ કોઇને કોઇ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની ઘટ સામે આવી રહી છે. અને લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતી સર્જાઇ રહી છે. જો હજી પણ ઓક્સિજનના જથ્થા અંગે કોઇ નિર્ણય નહિ લેવાયો તો મોટી જાનહાની થઇ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud