• સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતિ નિમીતે સમગ્ર રાજ્યમાં ભાજપ યુવા મોર્ચા દ્વારા બાઇક રેલીનુ આયોજન કરાયુ હતુ.
  • પાદરા સ્થિત ડી.જી સાથે નિકળેલી રેલીમાં 200 જેટલા લોકો શામેલ હતા.
  • કોવિડ ગાઇડલાઇનનુ ઉલ્લંઘન થતાં રેલીના આયોજકો સામે પોલીસે લાલ આંખ દાખવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ગુનો નોંધાયો

WatchGujarat. પાદરામાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે તેમજ આગામી પાદરા નગરપાલિકાની ચુંટણીને ધ્યાને લઇ પાદરા નગરના મુખ્ય માર્ગ પર પાદરા શહેર ભાજપા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોઇપણ જાતની કાયદાકીય પરમિશન લીધા વિના તેમજ રેલીમાં માસ્ક વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોતા પાદરા પોલીસે રેલીમાં માસ્ક વગર ફરતા લોકો સહિત રેલીના મુખ્ય આયોજક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેને લઇ રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.

પાદરામાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની નિમિતે નગરના મુખ્યમાર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવી હતી. ડી.જે સિસ્ટમ સહિત ની આશરે 100 ઉપરાંત ની બાઈક રેલીમાં કોરોના ના કાયદાને નેવે મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોનાના કારણે સૌભાગ્ય રેલી યોજવા પર પ્રતિબંધ હોવા છતાં પાદરા શહેર યુવા ભાજપ દ્વારા બાઈક રેલી યોજાઇ હતી આ રેલીમાં મોટી સંખ્યામાં પાદરા નગરના ભાજપના કાર્યકરો જોડાયા હતા એક તરફ ઉતરાયણ પર લોકોના ધાબા ઉપર એકત્ર થવા પર રોક છે તો બીજી તરફ ભાજપ તેનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યું છે યુવા દિન નિમિત્તે જનજાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે નગરના મુખ્યમાર્ગો પર કેટલાક ભાજપના કાર્યકરો માસ્ક વગર તેમજ સોસીયલ ડિસ્ટન્સનો અભાવ રાખી પાદરા નગરના રોડ રસ્તા પર પસાર થઇ રહેલા વાહન ચાલકોને પરેશાન કર્યા હતા. અને બાઇક રેલી ને લઇને રસ્તા પર ટ્રાફિક જામ જોવા મળ્યા હતા.

પોલીસે બાઇક રેલીના મુખ્ય બે આયોજકો હંસલ જગદીશચંદ્ર પંડયા – વડોદરા જિલ્લા યુવા મોરચા મંત્રી અને અમિત નરેન્દ્રભાઈ પટેલ – મહામંત્રી પાદરા નગર યુવા મોરચા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જાહેરનામા ભંગ હેઠળ 51 ડી તેમજ આઈ.પી.સી 269 મુજબ ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવી હતી તેમજ બાઇક રેલી મા માસ્ક વગર ફરતા 12 લોકો ને માસ્ક નહિ પહેરવા બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઇ રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

રેલીના મુખ્ય બે આયોજકો સામે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી

પાદરા મા ભાજપા દ્વારા યોજાયેલ બાઇક રેલીમાં સરકારની કોરોના ગાઈડ લાઇનનો ભંગ કર્યા બદલ તેમજ માસ્ક વગર નજરે પડતા તમામ લોકો સામે માસ્ક ન પહેરવા બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. નજરે પડેલા 12 લોકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે. અને રેલીના મુખ્ય બે આયોજકો સામે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી છે. – હાર્દિક માકડીયા, પ્રોબેસનલ ડી.વાય.એસ.પી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud