એલસીબી PI ડી.એન ચુડાસમા ગોધરા B ડિવિઝન PI એચ.એન પટેલ કાલોલ PSI એમ.એન માલવીયા હુમલામાં ઘાયલ થયા
કાલોલના ગધેડી ફળીયા અને કસબા વિસ્તારમાં ભારે તોફાન ફાટી નિકળ્યું
પંચમહાલ જિલ્લા એસ.પી લીના પાટીલ સહિત પોલીસનો મોટો કાફલો વિસ્તારમાં ખડકી દેવાયો
મોટી સંખ્યામાં પત્થરમારો કરતા ટોળાને વેરવિખેર કરવા પોલીસે ટીયર ગેસ સેલ છોડ્યાં
ગૌ માસ મામલે હીંસક અથડામણ થઇ હોવાનુ પ્રાથમિક કારણ જાણવી મળી રહ્યું છે.
[caption id="attachment_1278965" align="aligncenter" width="1280"] Panchmahal kalol rioting[/caption]
WatchGujarat. પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આજે બપોરના સમયે અચાનક હીંસક અથડામણ થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ટોળાએ ભારે પત્થર મારો કર્યો હતો. જેમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા વાહનોને પણ ટાર્ગેટ કરી પત્થર અને દંડા મારવામાં આવ્યાં હતા. જોકે ઘટનાની જાણ પોલીસને થતાં જિલ્લા એસ.પી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પોલીસે ટીયર ગેસ પણ છુડ્યા હતા. તેમજ તોફાની ટોળાએ પોલીસ ઉપર પણ પત્થરમારો કરતા પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે હાલ સમગ્ર પંચમહાલ પોલીસ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.
[caption id="attachment_1278966" align="aligncenter" width="1280"] Panhcmahal Police Trying to Under Control the Situation[/caption]
બનાવ અંગે સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી અનુસાર, કાલોલ સ્થિત ગધેડી ફળીયા અને કસબા વિસ્તારમાં બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક તંગદીલી ભર્યું વિતાવરણ સર્જાયુ હતુ. હીંસક અથડામણ થતાં વાતાવરણ અતિ તંગ બનતા પરિસ્થિતિ બેકાબુ બની હતી. ટોળા દ્વારા ભારે પત્થરમારો કરાતા વિસ્તારની દુકાનો ટપો ટપ બંધ થવા માંડી હતી. તેવામાં હીંસક બનેલા ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી વાહનોને પણ નુકશાન પહોંચાડ્યું હતુ.
[caption id="attachment_1278967" align="aligncenter" width="1280"] Panhcmahal Trying to Under Control Situation[/caption]
એટલું જ નહીં પરંતુ રસ્તા પરથી પસાર થતાં અનેક વાહનોને પણ હીંસક ટોળાએ ટાર્ગેટ કરી પત્થર મારો કર્યો હતો. બનાવની જાણ સ્થાનિક પોલીસ અને ઉચ્ચઅધિકારીઓને થતાં પંચમહાલ એસ.પી લીના પાટીલ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં વણસી ઉઠેલી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ઉશ્કેરાયલા ટોળાએ પોલીસને પણ ટાર્ગેટ બનાવી ભારે પત્થરમારો કર્યો હતો. જેમાં જિલ્લા એલસીબી પી.આઇ ડી.એન ચુડાસમા, ગોધરા બી ડીવીઝન પી.આઇ એચ.એન પટેલ, કાલોલ પી.એસ.આઇ એમ.એન માલવીયા સહિત અનેક પોલીસ કર્મીઓ ધાયલ થયા હતા. જોકે પરિસ્થિતિ કાબુ બહાર જતાં સમગ્ર જિલ્લાની પોલીસને કાલોલમાં ખડકી દેવામાં આવી છે.
[caption id="attachment_1278969" align="aligncenter" width="1280"] Panchmahal Kalol Situation[/caption]
જોકે આ બનાવ પાછળ ગૌ માસની તસ્કરી હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. પરંતુ હજી સુધી આ મામલે પોલીસ કે તંત્ર દ્વારા કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. હાલ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહીં છે. તેમજ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરી અસામાજીક તત્વોને ઝડપી પાડવા પોલીસે કવાયત શરૂ કરી છે.
[caption id="attachment_1278971" align="aligncenter" width="1280"] panchmahal Kalol[/caption]