• મહિલાની પ્રથમ અરજીની તપાસ પર એક તબક્કે તપાસ પર બ્રેક લાગી હતી
  • મહિલા દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોમાં પોલીસને તથ્ય જણાતા આખરે ડો.નવજ્યોત ત્રિવેદી સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો

#Vadodara - Parul University ની પૂર્વ મહિલા આસિ. પ્રોફેસરે પૂર્વ પ્રિન્સિપાલ સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ
WatchGujarat. શહેર નજીક આવેલા વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટી છેલ્લા કેટલાય સમયથી અનેક કારણોસર વિવાદમાં રહી ચુકી છે. અગાઉ પણ દુષ્કર્મ મામલો વિવાદોમાં રહી ચુકેલી પારૂલ યુનિવર્સીટી વધુ એક વખત વિવાદોમાં સપડાઇ છે. જેમાં પુર્વ મહિલા આસિ. પ્રોફેસરે પુર્વ પ્રિન્સિપાલ સામે ગત સપ્ટેમ્બર માસમાં દુષ્કર્મ મામલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે અરજીની તપાસ બાદ પોલીસે આ મામલે પુર્વ પ્રિન્સિપલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. #Parul university

વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીમાં છેલ્લાં એક વર્ષથી આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવતી મહિલા પર યુનિવર્સિટીના ફિઝીયોથેરાપીના પૂર્વ પ્રિન્સીપાલ ડો. નવજ્યોત ત્રિવેદીએ કારમાં તેમજ દિલ્હીમાં યોજાયેલ સેમીનાર દરમિયાન બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યું હોવાના આક્ષેપો સાથેની અરજી વાઘોડીયા પોલીસ સ્ટેશનમાં કરી હતી. મહિલાની અરજીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે એક તબક્કે તપાસ પર બ્રેક લાગી હોવાનું માનવમાં આવી રહ્યું હતુ. #Parul university

ત્યાર બાદ મહિલા દ્વારા વધુ એક વખત વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપાલ વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી. જેમાં ફરજ દરમિયાન પ્રિન્સિપલ ડો. નવજ્યોત દ્વારા શારિરિક શોષણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આરોપો લગાડવામાં આવ્યા હતા. મહિલા દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોમાં પોલીસને તથ્ય જણાતા આખરે નવજ્યોત ત્રિવેદી સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે. #Parul university

શું હતી મહિલાની ફરીયાદ ?

પારૂલ યુનિ.માં આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવતી મહિલા નોકરી દરમિયાન પુર્વ પ્રનિસિપાલ નવજ્યોત ત્રિવેદીના સંપર્કમાં આવી હતી. થોડા સમય સુધી સાથે કામ કર્યા બાદ નવજ્યોત મહિલા આસિ. પ્રોફેસરને પોતાના તાબામાં લેવામાં પ્રયાસો શરૂ કર્યાં હતા. નવજ્યોત ત્રિવેદી મહિલા આસિ. પ્રોફેસર પાસે બિભત્સ માંગણીઓ કરતો હતો. અને જો માંગણીઓ ન સંતોષાય તો નોકરીમાંથી છૂટી કરી દેવાની ધમકીઓ આપતો હતો. તેમજ બંને વચ્ચે મેસેજ થી થયેલી વાતચીત વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો.

નવજ્યોત ત્રિવેદીએ કારમાં તેમજ વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફ સાથે દિલ્હી ગયાં હતા. ત્યાં નવજ્યોતએ મહિલા આસિ. પ્રોફેસરને તું મને બહું ગમે છે? તેવી વાતો કરી હતી. આ ઉપરાંત કરિયર ખરાબ કરવાની ધમકીઓ આપી બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યો હોવાના આક્ષેપો સાથે અરજી વાઘોડીયા પોલીસ સ્ટેશન ખાતે કરી હતી. અરજીની લાંબી તપાસ બાદ વાઘોડિયા પોલીસ મથકે પારૂલ યુનિવર્સિટીના ફિજીયોથેરાપીના પૂર્વ પ્રિન્સીપાલ ડો. નવજ્યોત ત્રિવેદી વિરોધ વાઘોડિયા પોલીસ દુષ્કર્મની ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

More #Parul university #ex-principal #exploit #ex #phd #student #FIR #investigation #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud