• કોરોના પર કાબુ મેળવવાના ઉપાયો અંતર્ગત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું, અને વેક્સીનેશન પર જોર મુકવામાં આવે છે
  • સ્વાસ્થ્ય કટોકટીના સમયે પણ લોકો માસ્ક નહિ પહેરી બહાર ફરી બેવકુફી દાખવી રહ્યા છે
  • માસ્ક ચેકીંગની કામગીરી દરમિયાન લોકોની પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તણુંકને પગલે કાર્યવાહી કરવી પડી

Watchgujarat. વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાનું સંક્રમણ પ્રચંડ વેગથી વધી રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી ખુદ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા સહિતના નિયમોનું પાલન કરવા પર જોર આપી રહ્યા છે. તેવા સમયે કેટલાક લોકો હજી પણ માસ્ક વગર બહાર ફરીને પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. ગતરોજ પોલીસે માસ્ક ચેકીંગની કામગીરી દરમિયાન રાણેશ્વર સર્કલ પાસે સાંજે 7 વાગ્યે કારમાં માસ્ક વગર ફરતા ત્રણ યુવાનોની અટકાયત કરી હતી. અને તેમની સામે ફરજમાં અવરોધની કલમ અંતર્ગત જે. પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

શહેરમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વિકટ બનતી જાય છે. કોરોના પર કાબુ મેળવવાના ઉપાયો અંતર્ગત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું, અને વેક્સીનેશન પર જોર મુકવામાં આવી રહ્યો છે. કોરોના કેસો વધતા વહીવટી તંત્ર દ્વારા રોજેરોજ કોવિડ દર્દીઓની સારવાર માટે બેડની સુવિધામાં વધારો કરવાની ફરજ પડી રહી છે. આવા કટોકટીના સમયે પણ લોકો માસ્ક નહિ પહેરી બહાર ફરી બેવકુફી દાખવી રહ્યા છે.

ગતરોજ સાંજે 7 વાગ્યે જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ માસ્ક ચેકીંગની કામગીરીમાં હતો. દરમિયાન રાણેશ્વર સર્કલથી નિલાંબલ સર્કલ તરફ જવાના રસ્તે કારમાં માસ્ક નહિ પહેરેલા શખ્સો જણાતા કારને રોકવામાં આવી હતી. કાર રોકતા નચિકેત પ્રજેશભાઇ શાહ (ઉં- 32) (રહે – નિલાંબર બંગ્લોઝ, વાસણા જકાતનાકા, વડોદરા) પોલીસ વાળા પર ગુસ્સે થઇ ગયો હતો. અને પોલીસને કહ્યું કે, પોલીસવાળા ગેરકાયદેસર રીતે લોકો પાસેથી નાણઆં ઉધરાવો છે. હું કોઇ પણ સંજોગોમાં દંડ નહિ ભરૂ. તમને કાયદાનું ભાન નથી. આટલુ કહ્યા બાદ તેણે આવતા – જતા રાહદારીઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો.

દરમિયાન પાછળથી આવતી વધુ એક કારમાં ચાલકે માસ્ક નહિ પહેરતા પોલીસે તેને રોક્યો હતો. કાર ચાલક સૌમ્યક શાહે (ઉં-27) (રહે – નિલાંબર બંગ્લોઝ, વાસણા જકાતનાકા, વડોદરા) પોલીસને ઉશ્કેરાઇને કહ્યું કે, મને અને મારા ભાઇને કેમ રોક્યા કહી બુમો પાડવાનું શરૂ કરી દીધું હતું.

ત્યાર બાદ રસ્તા પરથી માસ્ક વગર આવીને મારા છોકરાઓને કેમ રોક્યા તેમ કહી તમે ગેરકાયદેસર રીતે લોકો પાસે નાણાં ઉધરાવતા હોવાનું જણાવી આધેડે બુમાબુમ કરી હતી. પોલીસે તેની પુછપરછ કરતા તેઓએ પોતાનું નામ પ્રજેશભાઇ શાહ (ઉં-58)  (રહે – નિલાંબર બંગ્લોઝ, વાસણા જકાતનાકા, વડોદરા) જણાવ્યું હતું. અને તમામે માસ્ક દંડ નહિ આપવાનું કહી, પોલીસ પર ઉશ્કેરાઇ જતા પોલીસે તમામની અટકાયત કરી કામગીરીમાં અડચણની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud