• અગ્રતા સાથે કેમીસ્ટોનું રસીકરણ કરો , અન્યથા ગુજરાતના 35000 અને ભારતના 9.40 લાખ કેમીસ્ટો કોરોના લોકડાઉનમાં જોડાવા માટે તૈયાર છે : AIOCD
  • કેમીસ્ટો અને દવાઓના ડીસ્ટ્રિબ્યુટર્સ માર્ચ 2020 થી 24 x 7 x 365 જરૂરીયાતમંદ દર્દીઓની આવશ્યક સેવાઓમાં કાર્યરત
  • માર્ચ 2020 થી આજ સુધીમાં , કોવિડ ચેપને કારણે 650 થી વધુ કેમિટ્સ અને ફાર્માસિટ્સે પોતાનો જીવ ગુમાવ્યો
  • ભારતમાં વેક્સીનેશનની પ્રાધાન્યતા પોલીસીમાં કેમીસ્ટોને અવગણવામાં આવતા કેમીસ્ટોની રાષ્ટ્રવ્યાપી સંસ્થા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિટ્સ એન્ડ દ્રગિરર્સ તેના સભ્યોના જીવ બચાવવા તથા રક્ષણ માટે કોઈપણ સમયે તાળાબંધીમાં જોડાશે
  • તમામ જોખમો હોવા છતાં , દેશનો દરેક કેમીસ્ટ સતત દર્દીઓને સેવાઓ આપી રહ્યો છે
  • દર્દીઓને સમયસર દવાનું વિતરણ ડોકટરો , નર્સો , હોસ્પિટલ સ્ટાફ અને સ્વચ્છતા કામદારો કરતા ઓછું મહત્વનું નથી
  • સરકાર દ્વારા નિયંત્રણ હેઠળ લેવામાં આવેલા Remidesivir, Tocilizumab ઇન્જેક્શનો આપવામાં આવ્યા પરંતુ આ દવાઓ અમારા સભ્યો માટે પણ ઉપલબ્ધ નહોતી
  • હવે આગળ એમ્ફટેરોસિન બી દવા પણ સરકારના નિયંત્રણ હેઠળ આવશે જેથી તે પણ બજારમાંથી ગાયબ થઇ જશે ?
  • વેકસીનેશનને લઈ હવે દેશના 9.40 લાખ કેમિસ્ટો અને ડ્રગીસ્ટોએ ધોકો પછાડ્યો છે, જો અગ્રતાક્રમે કેમિસ્ટો, ડ્રગીસ્ટોને COVID રસી નહિ અપાઈ તો સ્વૈચ્છીક લોકડાઉન પાળવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે

Watchgujarat. અગ્રતા સાથે કેમીસ્ટોનું રસીકરણ કરો , અન્યથા ગુજરાતના 35000 મળી ભારતના 9.40 લાખ કેમીસ્ટો કોરોના લોક – ડાઉનમાં જોડાવા માટે તૈયાર છે. તેવું અલ્ટીમેટમ AIOCD એ આપ્યું છે.

દેશમાં કેમીસ્ટો અને દવાઓના ડીસ્ટ્રિબ્યુટર્સ માર્ચ 2020 થી 24 x 7 x 365 જરૂરીયાતમંદ દર્દીઓની આવશ્યક સેવાઓ તરીકે ફરજ બજાવે છે. ભારતમાં વેક્સીનેશનની પ્રાધાન્યતા પોલીસીમાં કેમીસ્ટોને અવગણવામાં આવતા કેમીસ્ટોની રાષ્ટ્રવ્યાપી સંસ્થા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિટ્સ એન્ડ દ્રગિરર્સ તેના સભ્યોના જીવ બચાવવા તથા રક્ષણ માટે કોઈપણ સમયે તાળાબંધીમાં જોડાઈ શકે છે. દેશના તમામ 9.40 લાખ સભ્યોના એસોસિએશનના પ્રમુખ જે.એસ. શિંદે અને જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે, તમામ જોખમો હોવા છતાં દેશનો દરેક કેમીસ્ટ સતત દર્દીઓને સેવાઓ આપી રહ્યો છે.

દર્દીઓને સમયસર દવાનું વિતરણ કરવું એ ડોકટરો , નર્સો , હોસ્પિટલ સ્ટાફ અને સ્વચ્છતા કામદારો કરતા ઓછું મહત્વનું નથી. ફ્રન્ટલાઈન કામદારોને પ્રાધાન્યતા આપી રસી આપવી તે તાર્કિક હતું, પરંતુ વારંવાર અપીલ કરવા છતાં કેમીસ્ટોને કોઈ કારણસર બાકાત રાખવામાં આવ્યા હતા.

ગયા વર્ષે માર્ચ 2020 થી આજ સુધીમાં કોવિડ ચેપને કારણે 650 થી વધુ કેમિટ્સ અને ફાર્માસિટ્સ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. આ કેમીસ્ટો, ફાર્માસિસ્ટ અને તેમના સ્ટાફ કોરોનાગ્રસ્ત થવા માટે સૌથી સંવેદનશીલ હોય છે. કારણ કે તેઓ દુકાન કાઉન્ટર્સ પર દર્દીઓ સાથે નજીકથી સંપર્કમાં હોય છે.

એસોસિએશને પણ એક વિચિત્ર વાત તરફ ધ્યાન દોર્યું કે, સરકાર દ્વારા નિયંત્રણ હેઠળ લેવામાં આવેલા ઇન્જકેશન રિમડેસિવીર, ટોસિલીઝુમેબ અમારા સભ્યો દ્વારા આપવામાં આવ્યા પરંતુ આ દવાઓ અમારા સભ્યો માટે પણ ઉપલબ્ધ નહોતી.

હવે આગળ એમ્ફટેરોસિન બી દવા પણ સરકારના નિયંત્રણ હેઠળ આવશે. જેથી તે પણ બજારમાંથી ગાયબ થઇ જશે ?

AIOCD ના પ્રમુખ જે.એસ. શિંદે અને જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે આપણે “ જન સ્વાસ્થ રક્ષક કેમિટ્સ ” હોવાથી , આ નિર્ણાયક કોરોના સમયગાળા દરમિયાન પણ દવાઓની ઉપલબ્ધતા જાળવવા માગીએ છીએ. તેથી અમે આજદિન સુધી કોઈ હડતાલ કે તાળાબંધી કરી ન હતી. હવે અમે અમારા સભ્યોને જોખમમાં મૂકવા માંગતા નથી અને તેથી અમે 9.40 લાખ કેમીસ્ટો / ફાર્માસિ અને સપોર્ટ સ્ટાફ , અથવા કેમિસ્ટ્રેસ અન્ય ટ્રેડ મેમ્બર્સ દ્વારા નિયમિત લોકડાઉનમાં જોડાશે તેવી પ્રાથમિકતા સાથે રસીકરણની માંગણી કરીએ છીએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud