• ક્રિસમસમાં મિત્રોને મળવા આણંદથી પીએચડીનો વિદ્યાર્થી વડોદરા આવ્યો હતો
  • એસેસજી હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો

WatchGujarat. ક્રિસમસ માં મિત્રોને મળવા આણંદથી વડોદરા આવેલ પીએચડીનો વિદ્યાર્થી ટેરેસ પરથી પડી જતા મોતને ભેટ્યો હતો.બનાવ અંગે સયાજીગંજ પોલીસે અકસ્માત મોંતનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.

એમ.એસ.યુનિવર્સીટી ના પ્રતાપગંજ કવાટર્સમાં રહેતા અભિષેક શર્મા ને મળવા તેનો મિત્ર આણંદથી હિતેશ યાદવ આવ્યો હતો. PHD કરી રહેલ હિતેશ યાદવ મિત્રો સાથે ક્રિસમસ નું સેલિબ્રેશન કરતા હતા. દરમિયાન ફોન આવતા હિતેશ યાદવ ટેરેસ પર ગયો હતો. જ્યાંથી નીચે પટકાતા મિત્રો દોડી આવ્યા હતા અને તેને સારવાર અર્થે એસેસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસ દ્વારા પરિવારજનો ને જાણ કરવામાં આવતા મૃતક હિતેશ ના પરિવારજનો તાત્કાલીક આણંદથી વડોદરા દોડી આવ્યા હતા.

પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી પરિવારજનો ને હિતેશ નો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.આ ઘટના અંગે સયાજીગંજ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.જોકે વિદ્યાર્થીએ આપઘાત કર્યો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud