• કપરા કાળમાં , હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે બેડ અને મૃતકોને અંતિમક્રિયા માટે સ્મશાનગૃહોમાં કતારનો સામનો કરવો પડી રહ્યો
  • સ્થિતી ગંભીર છતાં લોકો માસ્ક નહિ પહેરવાની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે
  • માસ્ક વગરના યુવકને પોલીસે જોતા જ તેણે દોટ મુકી
  • પોલીસ ઇન્સ્પેક્ટરે દોટ મુકીને બેદરકાર યુવકની અટકાયત કરી

WatchGujarat.  કોરોના બેકાબુ બનીને કહેર વર્તાવી રહ્યો છે. તેવા સમયે શહેરમાં કેટલાક લોકો માસ્ક નહિ પહેરવાની બેદરકારી દાખવી રહ્યા છે. કોરોના કાળમાં માસ્ક નહિ પહેરી પોતાનો જીવ જોખમમાં મુકતા યુવકને પકડવા માટે જાતે સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ જાતે દોડ્યા હતા. જાહેર રસ્તા પર પોલીસ ઇન્સ્પેક્ટરને દોડતા જોઇને દિલધડક દ્રશ્યો સર્જાયા હતા.

રાજ્યભરમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. તેવા સમયે લોકો કામ વગર બહાર નહિ નિકળે અને જો કોઇ કારણસર બહાર નિકળવાનું થાય તો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તે હિતાવહ છે. કોરોનાના કપરા કાળમાં હાલ સ્થિતી એવી છે કે, હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે બેડ અને મૃતકોને અંતિમક્રિયા માટે સ્મશાનગૃહોમાં કતારનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સમયે પણ લોકો માસ્ક નહિ પહેરીને બહાર નિકળી પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. જો કે, હવે આવા તત્વોને પાઠ ભણાવવા માટે પોલીસ પણ તૈયાર છે. ગુરૂવારે વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો.

ગુરૂવારે બપોરના સમયે સયાજીગંજ વિસ્તારમાં એક યુવક માસ્ક વગર ફરતો હતો. યુવક પર પોલીસની નજર પડતા જ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર સ્થળ પર હાજર હોવાને કારણે તેઓ જાતે જ યુવક પાછળ દોડ્યા હતા. અને ગણતરીના મીટર પીછો કર્યા બાદ યુવકની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરને રસ્તા પર દોડતા જોઇને પસાર થતા લોકો અચંબામાં મુકાયા હતા. યુવકની તપાસ દરમિયાન તેની પાસેથી ચપ્પુ પણ મળી આવ્યું હતું. માસ્ક નહિ પહેરી બહાર નિકળતા લોકો સામે કાર્યવાહી કરવી જરૂરી છે. કારણકે કોરોના કાળમાં કોઇ પણ પ્રકારની બેદરકારી જીવલેણ નિવડી શકે છે. PI ડોડીયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મહામારી સમયે તમામ લોકોએ માસ્ક પહેરવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને નાથવા માટે સરકાર તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવા સમયે નાગરિકોએ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરીને તંત્રની કોરોના સામેની લડાઇ મજબુત કરવી જોઇએ. થોડી પણ બેદરકારી શહેરની કોરોના સામેની લડાઇને નબળી પાડી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud