શહેર બહાર આવેલી પારૂલ સેવાશ્રમ, પાયોનિયર કેમ્પસ, અને ધીરજ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે સુવિધા તૈયાર કરવામાં આવી
તંત્ર દ્વારા બેડ વધારવાની સુવિધામાં હવે સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓને ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે
દર્દીને પાયોનિયર હોસ્પિટલના કોવિડ કેરમાં પડતી મુશ્કેલીઓ વર્ણવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
14 દિવસથી પાયોનિયર કોવિડ કેર ખાતે સારવાર લઇ રહેલા દર્દીનું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યું થયું
WatchGujarat. શહેરમાં કોરોનાના કેસો વધતા સરકારી તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે મળીને કોવિડ કેર સુવિધાઓ તૈયાર કરી હતી. ટુંકા ગાળામાં તૈયાર કરાયેલી પાયોનિયર કોવિડ કેરમાં દર્દીને પડતી હાલાકીને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. દર્દી હાંફતા હાંફતા વિડીયોમાં કહ્યું કે, જાતે ત્રણ દિવસથી પાણી ભરૂ છું. 14 દિવસથી દાખલ દર્દીનું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.
https://youtu.be/tHnrb8e32nk
રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવતા તંત્રએ યુદ્ધના ધોરણે બેડ વધારવાની સુવિધા તૈયાર કરવી પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલ સાથે સંકલન સાધીને મોટાપાયે બેડની સુવિધા તૈયાર કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બેડ વધારવાની સુવિધામાં હવે સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓને ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના છેવાડે આવેલી પાયોનિયર કોવિડ કેરમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓને ભારે મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યો છે. જે અંગેના અહેવાલ અવાર – નવાર સામે આવતા હોય છે. પાયોનિયર કેમ્પસ ખાસે શરૂ કરવામાં આવેલા કોવિડ કેરમાં દર્દીઓને પડતી હાલાકીનો વિડીયો સામે આવ્યો છે.
પાયોનિયર કોવિડ કેરમાં સારવાર લઇ રહેલા દર્દી પરેશ ભુરાભાઇ ખાંટ વિડીયો જણાવે છે કે, જાતે જ ત્રણ દિવસથી પાણી ભરૂ છું. આટલું કહેવા માટે દર્દીને ભારે શ્રમ પડી રહ્યો હોવાનું અને તેને હાંફ ચઢતો હોવાનું વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. આટલું કહેતા દર્દી કેમેરાને બીજો બતાવી રહ્યો છે. જેમાં પાણીનો બોટલ નીચે પડી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વિડીયોમાં દેખાતો દર્દી 14 દિવસથી પાયોનિયર કોવિડ કેર ખાતે સારવાર લઇ રહ્યો હતો. આજે સવારે તેનું સારવાર દરમિયાન નિધન થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર બહાર આવેલી પારૂલ સેવાશ્રમ, પાયોનિયર કેમ્પસ, અને ધીરજ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે સુવિધા તૈયાર કરવામાં આવી હતી. તાજેતરમાં ધીરજ હોસ્પિટલ ખાતે અન્ય દર્દીના મૃતદેહને પરિવારજનોને સોંપીને તેની અંતિમ ક્રિયા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ હવે પાયોનિયર કોવિડ કેરમાં દર્દીઓને પડતી હાલાકીનો વિડીયો સામે આવ્યો હતો. પાયોનિયર કોવિડ કેરની બહાર વેઇટીંગમાં બેઠા દર્દીના સગાઓ ખુબ જ ચિંતીત જોવા મળતા હોય છે. અહિંયા સારવાર લઇ રહેલા દર્દીઓને પડતી હાલાકીના અહેવાલ અગાઉ પણ મીડિયામાં પ્રકાશિત થઇ ચુક્યા છે. પરંતુ તે અંગે કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.