અલબત્ત કવિતાનાં કોહિનૂર જૂની નવી પેઢીના રાહબર શાયર જનાબ ખલીલ ધનતેજવીને કોણ નથી જાણતું? ઘેઘૂર વડલા જેવો છાંયો નાના મોટા સૌને છાંયો દેતો. ભણેલાં ઓછુંને ગણેલા વધારે. કમઅક્કલ અને તેઓ સનસાઇન મુજબ સેજીટેરિયસ. ડિસેમ્બર જેવાં છેલ્લા મહિનામાં પોતે જન્મ્યા હોવાથી મુશાયરામાં પણ છેલ્લે જ બોલવા ઉભા થાય. એ બોલે એ પહેલાં ઓડિયન્સ મોટાભાગના શેર બોલે… તેમની દિકરી રેશ્મા એ કમઅક્કલની ક્લાસમેટ.

ખલીલ ધનતેજવીની તરોતાજા ગઝલ આજે વેલેન્ટાઇન ડેનાં અવસરે સાદર.

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,

ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,

જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!

એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,

ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!

મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,

ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે.

આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,

દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!

જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,

એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!

એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.

જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!

અંગત વાત જોડીને વાતને વિરામ આપું શરૂ શરૂમાં લોકસત્તામાં લખવાની ફાવડત ફૂટીને કમઅક્કલે વાણિજ્ય ભવનથી નીકળીને એમનાં ઘરે મૂકવા જવાની તક ઝડપી. રસ્તામાં અછળતી કવિતા ડોટ કોમ નામે શરુ થનાર કોલમની વાત કરી ત્યારે એમનાં થકી મળેલા આશીર્વાદ એમનાં જ શબ્દોમાં ‘લખ પણ વિવેચનમાં ન પડતો… કવિતાની પસંદગી સબળી રાખજે. નજર કવિ પર નહીં પણ કવિતા પર રાખજે. પેન જેટલી ઘસાય એટલી ચળકે..!!’કમઅક્કલે જે તે સમયની નસિહત ધ્યાને રાખી તો ઉગરી ગયો .આજનાં કવિ માટે ફકત ઈર્શાદ

kamakkalisonsunday@gmail.com

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud