માસ્કને લઇને અલગ અલગ નિયમોને કારણે હવે લોકોમાં કયો નિયમ લાગુ છે તે અંગે અસમંજસ
કોરોના વકરતા પોલીસે માસ્ક ચેકીંગના કામગીરી પુન શરૂ કરી
સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને કાર ચાલક વચ્ચે શાબ્દિક ઘર્ષણના દ્રશ્યો સર્જાયા
Watchgujarat. છેલ્લા એક વર્ષથી વધુ સમયમાં માસ્કને લઇને અનેક નિયમો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. જેને લઇને હવે નાગરીકોમાં અસમંજસ છે કે હાલ કયા નિયમો હાલ લાગુ છે. તેવા સંજોગોમાં હવે પોલીસ અને માસ્ક નહિ પહેરનાર વચ્ચે શબ્દીક ઘર્ષણ થયાના મામલા સામે આવી રહ્યા છે. ગતરોજ સમા-સાવલી વિસ્તારમાં એક કારચાલકે માસ્ક પહેર્યું નહીં હોવાથી પોલીસ સાથે તકરાર થઇ હતી.આખરે પોલીસે તેની સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી હતી.
સમા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે પી ખરાડીએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે,બપોરે સાડા બારેક વાગે દુમાડ ચેકપોસ્ટ પર અમે કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન ઇકો કાર લઇ આવેલા ચાલકે માસ્ક નહીં પહેર્યું હોવાથી તેને અટકાવી દંડની કાર્યવાહી કરી હતી. આ વખતે કારચાલકે કારમાં એકલી વ્યકિતએ માસ્ક પહેરવું જરૃરી નથી,હું દંડ ભરવાનો નથી અને પાવતી પણ લેવાનો નથી.હું અહીં જ ઉભો રહીશ,તમે લોકો નાહકના હેરાન કરો છો.તમે મને જાહેરનામું બતાવો.
પીએસઆઇએ જણાવ્યું હતું કે, તેને જાહેરનામું વંચાવી જાણ કરી હતી અને તેમ છતાં કારચાલક બૂમો પાડી લોકોને ભેગા કરતો હોવાથી આખરે તેની સામે પોલીસ ફરિયાદ કરી હતી.પૂછપરછમાં કારચાલકનું નામ મતિનખાન મહમુદખાન પઠાણ (હાજીપાર્ક, તાંદલજા) હોવાનું જાણવા મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાથી બચવા માટેના ઉપાયોમાં સૌથી મહત્વનુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ છે. લોકો સ્વેચ્છાએ તેનું પાલન કરે તે જરૂરી છે. જેટલું જલ્દી લોકો પોતાની ફરજ સમજીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગને અનુસરશે તેટલું જ જલ્દી કોરોનાને નાથવામાં સફળતા મળશે. માસ્ક ચેકીંગનું પાલન કરતી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું કોઇ સમસ્યાનું સમાધાન નથી.