પાદરાના સોખડાખુર્દ ગામે પૂર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફે લાલુ પટેલે કારમાં દુષ્કર્મ આચર્યું
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ બાદ ભાવેશની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી
પોલીસે દુષ્કર્મ મામલે આરટીઓ કચેરીને પત્ર લખીને અભિપ્રાય માંગ્યો
પ્રથમ વખત દુષ્કર્મના કેસમાં મદદ માંગવામાં આવતા આરટીઓ અધિકારી અસમંજસમાં મુકાયા
WatchGujarat. પાદરાના માથાભારે પુર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે કારમાં યુવતિને ફાર્મ હાઉસથી ઘરે મુકવા જવાનું કહીને રસ્તામાં દુષ્કર્મ આચર્યું હતું. યુવતિની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અને ભાવેશની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. મામલે ફોર્ચ્યૂનર કારની આગલી સીટ અને ડેશબોર્ડ વચ્ચેનું અને સીટ ઉપરનું અંતર માપી આ સીટ પર દુષ્કર્મ થઈ શકે કે નહીં તે અંગે પોલીસે આરટીઓ અધિકારીઓનો અભિપ્રાય માંગતા મામલામાં રસપ્રદ વળાંક આવ્યો છે. આરટીઓના કામકાજના ઇતિહાસમાં દુષ્કર્મ માટે વાહનની ચકાસણી કરવાનો અને દુષ્કર્મની શક્યતા અંગેનો અભિપ્રાય આપવાની પ્રથમ ઘટનાને પગલે આરટીઓ અધિકારી પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પોલીસે આરટીઓ કચેરીને પત્ર પાઠવી તપાસમાં મદદ માંગી
પાદરાના સોખડાખુર્દ ગામે પૂર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફે લાલુ પટેલે કરેલા દુષ્કર્મમાં વડોદરા ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વાળાએ આરટીઓ અધિકારીને વાહન ચકાસણી માટે આવવા પત્ર પાઠવ્યો હતો. જેમાં જણાવ્યા મુજબ ફોર્ચ્યૂનર કારની આગળની સીટ પર દુષ્કર્મ થયું છે, તો સીટ પર દુષ્કર્મ થઇ શકે કે નહીં તે અભિપ્રાય આપવો તેમજ સીટ આડી પાડ્યા પછી તેમજ સીટ પાછળ ખસેડ્યા પછી અંતર કેટલું થાય તે જણાવવા સૂચવ્યું હતું. આ પ્રકારના કેસમાં મદદ માંગવામાં આવતા આરટીઓ કચેરીના અધિકારીઓ ગોટાળે ચઢ્યા હતા.
દુષ્કર્મ કેસમાં RTOની મદદ માંગવાની પ્રથમ ઘટના
શુક્રવારે આવેલા પત્રને પગલે આરટીઓ અધિકારી એ.એમ.પટેલ દ્વારા અન્ય ઇન્સ્પેક્ટર અને અનુભવી સ્ટાફની મદદ લઇ શું કરી શકાય તેની પૂછપરછ હાથ ધરાઈ હતી. આરટીઓમાં અકસ્માત જેવા વિષયોમાં વાહનની ટેક્નિકલ તપાસનો અભિપ્રાય આપવાનો હોય છે, દુષ્કર્મ કેસમાં અભિપ્રાય મગાતાં તેઓ ગૂંચવાયા હતા. બીજી તરફ આરોપી ભાવેશ પટેલે મોબાઇલ જયપુરમાં મિત્રને ત્યાં છુપાવ્યો હોવાથી તેને લઈને પોલીસ જયપુર રવાના થઈ છે. તેને પરત લવાયા બાદ વધુ રિમાન્ડ મેળવાશે.
કાયદાકીય અભિપ્રાય મેળવ્યા બાદ જવાબ આપવામાં આવશે
ઇન્ચાર્જ આરટીઓ એ.એમ. પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આરટીઓ દ્વારા માત્ર 304 ના ગુનામાં તપાસ કરાતી હોય છે. દુષ્કર્મના ગુનામાં ક્યારેય તપાસ થઈ નથી. તેમજ કાર દુષ્કર્મ થઇ શકે કે નહીં તે અંગેનો અભિપ્રાય આરટીઓ કેવી રીતે આપી શકે તે સમજાતું નથી. સમગ્ર કેસમાં અમે કાયદાકીય અભિપ્રાય મેળવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચને જવાબ આપીશું અને કાર્યવાહી કરીશું.