• યુપીના સીએમ યોગી આદિત્ય નાથે ગુનેગારોની આર્થિક કમર તોડવા માટે બિજનોર અને મુઝફ્ફર નગરમાં કરોડોની બેનામી સંપત્તિ ટાંચમાં લીધી
  • વડોદરામાં બિચ્છુ ગેંગના માથાભારે શખ્સો દ્વારા ગુનાખોરીની આડમાં ઉભી કરેલી સંપત્તિઓની માહિતી એકઠી કરતી પોલીસ
  • બિચ્છુ ગેંગ સામે શહેરમાં પ્રથમ વખત ગુજસીટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે

WatchGujarat. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે રાજ્યમાં સુશાશન લાગુ કરવા માટે અને ગુનાખોરી ડામવા માટે તથા ગેંગસ્ટરોને આર્થિક પાયમાલ કરવા માટે અનેક કડક પગલા લીધા હતા. ગુનેનારોને આર્થિક રીતે પાયમાલ કરવા માટે તેમની સંપત્તિ જપ્ત કરવાની કામગીરી જુલાઇ 2020 થી કરવામાં આવી રહી છે. યોગી સરકારના પગલાને કારણે . હવે ગુજરાતમાં પણ યુપી સ્ટાઇલ ગવર્નન્સ અમલમાં હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. તાજેતરમાં ગુજસીટોક અંતર્ગત બિચ્છુ ગેંગના 26 માથાભારે આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. 26 પૈકી એક મુન્ના તરબુચની કરોડોની સંપત્તિ મળી આવી. આગામી સમયમાં યુપી સ્ટાઇલમાં સંપત્તિ ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી થઇ શકે છે.

ગુજરાતમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને આતંકિ પ્રવૃત્તિઓમાં જોડાયોલા માથાભારે શખ્સો સામે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ યુપીમાં ગુનાખોરી ડામવા અને ગુનેનારોની આર્થિક રીતે કમર તોડી નાંખવા માટે માથાભારે શખ્સો દ્વારા ઉભી કરવામાં આવેલી બેનામી સંપત્તિને સરકાર દ્વારા ટાંચમાં લેવામાં આવી હતી. જુલાઇ – 2020 થી સીલસીલે વાર રીતે અનેક માથાભારે શખ્સો – ગેંગસ્ટરોની મુઝફ્ફર નગર અને બિજનોર સ્થિત કરોડોની સંપત્તિ ટાંચમાં લેવાઇ ચુકી છે.

હવે ગુજરાતમાં પણ યુપી સ્ટાઇલથી લો એન્ડ ઓર્ડરનું કડકાઇ પુર્વક પાલન થવા જઇ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. વડોદરામાં તાજેતરમાં બિચ્છુ ગેંગના 26 માથાભારે શખ્શો સામે ગુજસીટોક અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી. તમામ આરોપીઓમાંથી અનેકની ધરપકડ થઇ ચુકી છે. કેટલાકને જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તો ગેંગના ભાગેડું આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ કામે લાગી છે.

દરમિયાન બિચ્છુ ગેંગના નામચીન મુન્ના તરબુચના ફાર્મહાઉસ પર રેડ કરીને તેની સંપત્તિ વિષયક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કરોડોની સંપત્તિની ભાળ મેળવવામાં સફળતા મળી હતી. મુન્ના તરબુચની જમીન, નાણાંકિય વ્યવહારો સહિત બેનામી આંદાજીત રૂ. 3 કરોડની સંપત્તિની વિગતો અકઠી કરવામાં આવી હતી. ગુજસીટોક કાયદા અંતર્ગત સક્ષમ અધિકારીની મંજુરી સાથે ગુનેગારોની સંપત્તિ ટાંચમાં લેવા સુધીનું પ્રાવધાન છે.

આગામી સમયમાં પોલીસ દ્વારા બિચ્છુ ગેંગના અન્ય માથાભારે ઇસમો દ્વારા એકઠી કરવામાં આવેલી બેનામી સંપત્તિની વિગતો એકઠી કરી વધુ કાર્યવાહી કરી શકે છે. હાલ, પોલીસે ગેંગના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud