• થોડા દિવસો પહેલા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતુ.
  • વડોદરા સાઇબર ક્રાઇમે ગણતરીના કલાકોમાં ફેક એકાઉન્ટ બનાવનાર હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરી હતી.
  • શનિવારે વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમસેરસિંગના નામ અને ફોટાનો ઉપયોગ કરી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી અનેક લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી.
  • પોલીસ કમિશ્નરની અપીલ, અજાણ્યા શખ્સોએ ફેસબુક પર મારા ફોટાનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ બનાવ્યું છે. કોઇ ફ્રેન્ડ રીકવેસ્ટ નહિ સ્વિકારવા વિનંતી

WatchGujarat. દિવસે ને દિવસે સાઇબર માફિયાઓ બેખૌફ બની અનેક IPS, પોલીસ અધિકારીઓના ફોટા અને નામનો ઉપયોગ કરી ફસબુક પર ફેક એકાઉન્ટ બનાવી રૂપિયા પડાવી રહ્યાં છે. જોકે આ સમસ્યામાંથી નેતાઓ પણ બાકાદ રહ્યાં નથી. તાજેતરમાં જ ગુજરાત વિધાનસબા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે ફેક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવામાં આવી હોવાનો પોલીસ ચોપડે નોંધાતા બે શખ્સોની હરિયાણાથી ઝડપી પાડવામાં આવ્યાં હતા. તેવામાં હવે સાઇબર માફીયા ટોળકીએ શહેર પોલીસ કમિશ્નર શમસેરસિંગના નામ અને ફોટાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઇલ બનાવી છે. જોકે આ બાબત પોલીસ કમિશ્નરનું એકાઉન્ટ ધ્યાને આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જાણીતી વ્યક્તિના ફેક સોશિયલ મિડીયા એકાઉન્ટ બનાવીને પૈસા પડાવવાનું કૌભાંડ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબનના નામે ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. એકાઉન્ટમાં જોડાયેલા લોકો પાસેથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે પૈસા માંગવાનો પ્રયાસ કરાયો હતો. જો કે વડોદરા સાઇબર ક્રાઇમે ગઠિયાઓને ગણતરીના કલાકોમાં હરિયાણાથી પકડી પાડ્યા હતા. ત્યાર બાદ એમ.એસ.યુનિ.ના નોટીફીકેશનને મોડીફાય કરીને છોકરીઓએ 7 ફેબ્રુઆરી પહેલા બોયફ્રેન્ડ બનાવી લેવાનું પોસ્ટર વાઇરલ થયું હતું. મામલે હાલ પોલીસ તપાસ ચાલું છે.

દરમિયાન શનિવારે શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. એકાઉન્ટમાં પોતાનું નામ શમસેરસિંગ જણાવી વડોદરા શહેર પોલીસ કમિશ્નરનો ફોટો પ્રોફાઇલમાં મુકવામાં આવ્યો હતો. જો કે, વાતની જાણ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસ કમિશ્નરનુ ફેક એકાઉન્ટ ડિએક્ટીવેટ કરવા તથા ફેક એકાઉન્ટ બનાવનારને ઝડપી પાડવા પોલીસે  તજવીજ હાથ ધરી છે.

શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગે પોતાના સાચા ફેસબુક એકાઉન્ટ પર આ મામલે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું છે કે, અજાણ્યા શખ્સોએ ફેસબુક પર મારા ફોટાનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ બનાવ્યું છે. કોઇ ફ્રેન્ડ રીકવેસ્ટ નહિ સ્વિકારવા વિનંતી. પોલીસ કમિશ્નરની આ પોસ્ટ બાદ લોકોએ તેમની નિખાલસતાની સરાહના કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud