થોડા દિવસ પહેલા શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંઘના ફોટો અને નામનો ઉપયોગ કરી ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવી લોકો પાસે રૂપિયાની માગણી કરી હતી.
વડોદરા સાઇબર ક્રાઇમની ટીમે ટેકનિક્લ અને હ્યુમન સર્વેલન્સથી દિલ્હીના યોગેશકુમારની ધરપકડ કરી
યોગેશકુમાર બી.સી.એ સુધીના અભ્યાસ કરી ચુક્યો છે અને કોમ્પ્યૂટરનો નિષ્ણાંત છે.
WatchGujarat. છેલ્લા કેટલાક સમયથી ફેસબુક પર પોલિટીકલ પર્સનાલિટી અને IPS અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવી લોકો પાસે રૂપિયા માગવામાં આવતા હોય તેવા અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંઘ પણ આ સાઇબર માફીયાઓનો શિકાર બન્યા હતા. પોલીસ કમિશ્નરનો ફોટો અને નામનો ઉપયોગ કરી દિલ્હીના ઠગબાજે ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવી લોકો પાસે રૂપિયાની માગણી કરી હતી. જોકે આ મામલે વડોદરા સાઇબર ક્રાઇમે સર્તકતા દાખવી ગણતરીના કલાકોમાં દિલ્હીથી યોગેશકુમાર નામના શખ્સની ધરપકડ કરી છે.
દિલ્હી સાઉથ વેસ્ટના ભવાની કુંજમાં રહેતો 24 વર્ષીય યોગેશકુમાર રામકુમાર શર્માના પિતા રિક્ષા ચલાવે છે. યોગેશ વધુ રૂપિયા બનાવવાની લાલચમાં પોલિટીકલ પર્સનાલિટી અને આઇ.પી.એસ અધિકારીઓના ફેસબુક એકાઉન્ટ ક્લોન અને હેક કરી ફેક પ્રોફાઇલ બનાવતો હતો. ત્યારબાદ ફેક એકાઉન્ટના માધ્યમથી લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી તેની પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. યોગેશ પોતાના તથા જુદા જુદા લોકોના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા મંગાવતો અને રૂપિયા આવે એટલે મારા કામના રૂપિયા આવ્યાં છે કહીં ઉપાડી લેતો હતો. જોકે પોલીસે આ મામલે તેની કડકાઇથી પુછપરછ કરતા અત્યાર સુધીમાં તેણે 50 જેટલા નામી લોકોના ફેક એકાઉન્ટ બનાવ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે.
યોગેશકુમાર શિક્ષિત હોવાથી નોકરી કરવાની સાથે ટીચીંગ પણ કરાવતો હતો. છતાં વધુ રૂપિયા બનાવવાની લાલચમાં તેણે પોતાના કોમ્પ્યૂટરના જ્ઞાનનો દૂરઉપયોગ કરી પોલિટીકલ પર્સનાલિટી અને આઇ.પી.એસ અધિકારીઓના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવની શોર્ટ કટથી રૂપિયા કમાવવાનુ શરૂ કર્યું હતુ. જેમાં શહેર પોલીસ કમિશ્નરની ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવતા તે ખરે વડોદરા સાઇબર ક્રાઇમના હાથે ઝડપાયો હતો.
વડોદરા સાઇબર ક્રાઇમે ઝડપી પાડેલા યોગેશકુમારે સીક્કમ મનીપાલ યુનિ.માં BCA સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ વિવિધ કોમ્પ્યૂટર કોર્ષ કરેલા છે. ઉપરાંત HUAWEI, AASSHRI Matrimonial solution MYNAA Tech Services, Gujgaon, માં નોકરી કરી ચુક્યો છે. જેથી પોલીસે ઉપરોક્ત મામલે યોગેશકુમારની વધુ પુછપરછ હાથ ધરી છે.