• ગુજરાત રાજ્યમાં આવતા મુસાફરોએ ફરજીયાત 72 કલાકના સમયગાળામાં RTPCR ટેસ્ટ કરાવેલ હોવો જોઈએ અને તે નેગેટિવ હોવા જોઈએ
  • અમલવારી કરવા માટે રેલવે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવમાં આવ્યું હતું.
  • RTPCR  ટેસ્ટ વગર પકડાયેલા મુસાફરો વિરુદ્ધ એપેડેમિક એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો

WatchGujarat. રાજ્ય સરકારના આદેશ અનુસાર અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં આવતા મુસાફરોએ ફરજીયાત 72 કલાકના સમયગાળામાં RTPCR ટેસ્ટ કરાવેલ હોવો જોઈએ અને તે નેગેટિવ હોવા જોઈએ. જે અમલવારી કરવા માટે રેલવે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવમાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન 4 લોકોને RTPCR ટેસ્ટ વગર પકડી પાડવામાં આવ્યા છે. અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં તેમજ દેશભરમાં કોરોનાના અનેક કેસો નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જેમાં દિનપ્રતિદિન હજારો નવા કેસો સામે આવી રહ્યા છે. તેમજ  મૃત્યુદર પણ વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાનો વ્યાપ અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. તેમજ તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવરવાળા ખાનગી તથા જાહેર સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શહેર પોલીસ કમિશનર મારફતે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

જે અનુસંધાને અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં આવતા મુસાફરોએ ફરજીયાત 72 કલાકના સમયગાળામાં RTPCR ટેસ્ટ કરાવેલ હોવો જોઈએ અને તે નેગેટિવ હોવા જોઈએ. જે અમલવારી કરવા માટે રેલવે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવમાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન 4 લોકોને RTPCR ટેસ્ટ વગર પકડી પાડવામાં આવ્યા છે. અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય રાજ્યમાંથી આવતી સ્વરાજ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનમાં ભવમિક ઘનશ્યામભાઈ કડિયા(રહે, અયોધ્યાનગર,ગોત્રી) ન્યુ દિલ્હીથી વડોદરા આવેલ હોય જેની પાસે પોલીસે RTPCR ટેસ્ટની માંગણી કરતા મળી આવ્યો ન હતો. તેમજ પચ્છિમ એક્સપ્રેસ ટ્રેનમાં મનીષ રામબચન શર્મા (રહે, ન્યુ વી એ પી રોડ) બાંદ્રા – મુંબઈથી વડોદરા આવેલ હોય જેની પાસે પણ પોલીસે RTPCR ટેસ્ટની માંગણી કરતા મળી આવ્યો ન હતો. આ ઉપરાંત પચ્છિમ એક્સપ્રેસ ટ્રેનમાં મોહમદ  સગીર બાબુલલા ચૌધરી (રહે, તાંદલજા) બાંદ્રા – મુંબઈથી વડોદરા આવેલ હોય જેની પાસે પણ પોલીસે RTPCR ટેસ્ટની માંગણી કરતા મળી આવ્યો ન હતો.

સ્વરાજ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનમાં હરીશચંદ્ર ગણેશભઇ ગૌણ  (રહે, બાજવા) પાણીપતથી વડોદરા આવેલ હોય જેની પાસે પણ પોલીસે RTPCR ટેસ્ટની માંગણી કરતા મળી આવ્યો ન હતો. જેથી પોલીસે પકડાયેલા 4 મુસાફરો વિરુદ્ધ એપેડેમિક એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud