• રાજ્યમાં વર્ષોથી દારૂબંધી અમલમાં મુકવામાં આવી છે. પરંતુ તેને લાગુ કરવામાં પોલીસ તંત્રની ઉદાસીનતા
  • પોલીસ દ્વારા દારૂનો ઘંઘો ચાલુ રાખવા માટે લાંચ મંગાતા દારૂબંધીના દાવાઓની હાસ્યાસ્પદ હકીકત સામે આવી
  • લાંચીયો પોલીસ કર્મી રંગેહાથ પકડાતા તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી

 

WatchGujarat. ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તેનું અમલીકરણમાં ઢીલાશ થઇ રહી છે તેવું તો સૌ કોઇ ગુજરાતીઓ જાણે જ છે. પરંતુ હવે સરકારના દારૂબંધીના દાવાને હાસ્યાસ્પદ ઠેરવે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વડોદરામાં દારૂનો ગેરકાયદેસર ધંધો કરવા માટે પોલીસ કોન્સ્ટેબલે રૂ. 20 હજારની માંગણી કરી હતી. અને પૈસા લેતા એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં પકડાયો હતો.

રાજ્યમાં વર્ષોથી દારૂબંધી અમલમાં મુકવામાં આવી છે. પરંતુ તેને લાગુ કરવામાં પોલીસ તંત્ર દ્વારા ભારે ઢીલાશ દાખવવામાં આવે છે. જેને લઇને અવાર નવાર દારૂ ઝડપાતો હોય છે, અથવાતો દારૂ પીધેલી હાલતમાં વાહન ચાલકોના અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. રાજ્યભરમાં લાગુ દારૂબંધીને દાવાને હાસ્યાસ્પદ ઠેરવે તેવો એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. જ્યાં દારૂબંધીનું અમલ કરાવવા માટેની જવાબદારી છે તેવા પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મીએ દારૂને ધંધો ચાલુ રાખવા માટે વ્યક્તિ પાસેથી પૈસાની માંગણી કરી હતી. અને પૈસા લેતા રંગોહાથ ઝડપાયો હતો.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ફરીયાદી રાકેશભાઇ બાબુભાઇ રાજપુત (રહે.સ્વાદ કવાર્ટર, હરણી રોડ, ધવલ ચાર રસ્તા, જે.પી. વાડીબાગની સામે, વડોદરા) અગાઉ દારૂનો ધંધો કરતા હતા. અને દારૂનો ધંધો ચાલુ રાખવા માટે વારસીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ  જગદીશભાઇ કરશનભાઇ ગુડલીયાએ રાકેશ પાસેથી રૂ. 20 હજારની માંગણી કરી હતી. જો કે, રાકેશ પોલીસ કોન્સ્ટેબલને પૈસા આપવા માંગતો ન હોવાને કારણે તેણો મામલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.

ફરીયાદને પગલે એન્ટી કરપ્શન બ્યુરો એક્શનમાં આવી હતી. અને લાંચિયા પોલીસ હેડ કોન્સ્ટેબલ  જગદીશભાઇ કરશનભાઇ ગુડલીયાને રંગેહાથ પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.  29 માર્ચના રોજ રાત્રે 8- 15 કલાકે સ્વાદ કવાર્ટર, હરણી રોડ, ધવલ ચાર રસ્તા, જે.પી. વાડીબાગની સામે, વડોદરા ખાતે આવેલા ફરીયાદીના ઘરની સામેના ગ્રાઉન્ડમાં પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઇ કરશનભાઇ ગુડલીયા (રહે -બલાળા, તા.ચુડા, જી.સુરેન્દ્રનગર.) એ  ફરીયાદી રાકેશ પાસેથી રૂ. 20,000/- સ્વીકારતા રંગેહાથ પકડાયા હતા. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ હેડ કોન્સ્ટેબલ સામે પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud