• કોરોનાની સુનામીને રોકવા માટે તબિબો અને મેડીકલ સ્ટાફની સાથે પોલીસ કર્મીઓ પણ કોરોના વોરીયરની ભુમિકા ભજવી રહ્યા છે
  • અશ્વિનભાઇ પટેલ છેલ્લા 10 વર્ષથી ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા હતા અને હાલ વાડી પોલીસ સ્ટેશનમાં ડેપ્યુટેશન પર હતા
  • મૃત્યુ પામનાર અશ્વિન ભાઇ પટેલની 31 વર્ષિય સગર્ભા પત્ની પણ કોરોના પોઝીટીવ છે

WatchGujarat. શહેરમાં કોરોનાની સુનામી ટાણે પોલીસ કર્મીઓ દ્વારા કોરોના વોરીયરની ભુમિકા ભજવવામાં આવી હતી. શહેરના આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ અશ્વીન પટેલનું લીવરની તકલીફ બલ સારવાર શરૂ કરવામાં આવી હતી. આખરે તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પોસ્ટ મોર્ટમ પહેલા અશ્વીન પટેલનો કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોના વોરીયર અશ્વિન પટેલના SSG હોસ્પિલટમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

રાજ્યમાં હાલ કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોનાની સુનામીને રોકવા માટે તબિબો અને મેડીકલ સ્ટાફની સાથે પોલીસ કર્મીઓ પણ કોરોના વોરીયરની ભુમિકા ભજવી રહ્યા છે. પોતાની ફરજ દરમિયાન અનેક પોલીસ કર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. અને રીકવર પણ થયા હતા. જો કે, કેટલાક પોલીસ કર્મીએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. સોમવારે શહેરના આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પ્રાથમિક વિગતો પ્રમાણે, અશ્વિનભાઇ પટેલને લીવરની તકલીફ હોવાને કારણે તેઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. અશ્વિનભાઇ પટેલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોવિડ ટેસ્ટ કરાતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. મૃત્યુ પામનાર અશ્વિન ભાઇ પટેલની 31 વર્ષિય પત્ની સગર્ભા છે. અને તેઓ પણ કોરોના પોઝીટીવ છે.

SSG હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ પત્યા બાદ અશ્વિનભાઇ પટેલને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પોલીસ કર્મીઓએ ભારે હ્રદયે સાથીને અંતિમ વિદાય આપી હતી. અશ્વિનભાઇ પટેલ છેલ્લા 10 વર્ષથી ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા હતા. હાલ હેડક્વાટરમાં તૈનાત કરાયેલા અશ્વિન ભાઇ વાડી પોલીસ સ્ટેશનમાં ડેપ્યુટેશન પર હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને નાથવા માટે પોલીસ દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન, કોરોના કર્ફ્યુ સહિતનું અમલીકરણ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ, કોરોનાને અટકાવવાની કામગીરીમાં પોલીસ ડિપાર્ટમેન્ટની મહત્વની ભુમિકા રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud