• શહેરમાં પોલીસ સરકારની ગાઇડલાઇન અને કોરોના કર્ફ્યુની અમલવારી તથા કાયદો અને વ્યવસ્થા જાળવવી કામગીરી કરી રહી છે
  • ગત રોજ વાડી પોલીસ સ્ટેશન P.I સહિતનો સ્ટાફ સાથે એમ જી રોડ પર ફુટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા દરમિયાન અકસ્માતની ઘટના બની
  • પોલીસ જવાનોએ ઘાયલને પીસીઆર વાનમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો
  • પોલીસની સંવેદનશીલ કામગીરીની ચોતરફથી સરાહના થઇ રહી છે

Watchgujarat. કોરોના કાળમાં પોલીસ કર્મીઓ દ્વારા કોરોના વોરીયરની ભુમિકા ભજવવામાં આવી રહી છે. હાલ પોલીસ કોરોના કર્ફ્યુ અને સરકારની ગાઇડલાઇનના અમલવારીની કામગીરી બજાવી રહી છે. ગત રોજ મોડી સાંજે વાડી વિસ્તારમાં PI સહિતનો સ્ટાફ ફુટ પેટ્રોલીંગમાં હતો ત્યારે કુતરૂ આડે આવતા વાહન સ્લિપ થઇ ગયું હતું. અને સવાર યુવકને ઇજાઓ પહોંચી હતી. પોલીસના સ્ટાફે તાત્કાલિક ઘાયલોને સારવાર અર્થે નજીકની જમનાબાઇ હોસ્પિટલમાં પોલીસની PCR વાનમાં મોકલી આપ્યા હતા.

વડોદરા સહિત રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. દિવસેને દિવસે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં બેફામ વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જારી કરી છે. જેને કારણે રાજ્યના 29 શહેરોમાં આંશિક લોકડાઉનની સ્થિતી સર્જાઇ છે. દરમિયાન પોલીસ ગાઇડલાઇનની અમલવારી અને કોરોના કર્ફ્યુની અમલવારી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવી કામગીરી કરી રહી છે. ગતરોજ મોડી રાત્રે એક અકસ્માતની ઘટના બની હતી. ઘટના દરમિયાન પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. પોલીસ કર્મીઓએ સંવેદનશીલતા દાખવીને ઇજાગ્રસ્તોને પોલીસની પીસીઆર વાનમાં હોસ્પિટલ લઇ ગયા હતા.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રોજ વાડી પોલીસ સ્ટેશન P.I સહિતનો સ્ટાફ સાથે એમ જી રોડ પર ફુટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન 7:20 વાગ્યે માંડવી તરફ થી એક એક્ટીવા પર યુવક – યુવતિ પસાર થઇ રહ્યા હતા. ત્યારે અંબા માતા ની પોળ પાસે રસ્તા માં કુતરૂ આવી જતાં બંને વ્હીકલ સ્લિપ થઇ ગયું હતું. અને વ્હીકલ પર સવાર યુવક અને યુવતિ રોડ સ્લીપ ખાઇ પડી ગયા હતા. અને યુવકને ઇજાઓ પહોંચી હતી.

નજીકમાંથી પસાર થઇ રહેલા પોલીસ કર્મીએઓ તાત્કાલિક યુવકને ઉંચકીને પોલીસની પીસીઆર વાનમાં બેસાડી દીધો હતો. ઇજાગ્રસ્ત યુવકને નજીકની જમનાબાઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આમ, પોલીસે યુવકની ત્વરિત સારવાર શરૂ થાય તેવા પ્રયાસો કર્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસની કામગીરીની ચોતરફથી સરાહના થઇ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud