તાજેતરમાંજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાંથી 37 પોલીસ કર્મીઓની તેમના મૂળ સ્થાને બદલી કરી દેવામાં આવી હતી.
એન.એચ બ્રહ્મભટ્ટની એસ.ઓ.જીમાંથી લાયસન્સ બ્રાન્ચમાં બદલી કરાઇ
છાણી પી.આઇની ટ્રાફિક શાખામાં બદલી
WatchGujarat. વડોદરા શહેર પોલીસમાં બદલીઓનો સીલસીલો ચાલુ છે. ત્યારે આજે શહેરના 9 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 9 પોલીસ ઇન્સપેકટરની એક સામટી આંતરિક બદલી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાંજ ક્રાઇમ બ્રાન્ચમાંથી સાગમટે 37 પોલીસ કર્મીઓની બદલી કરી તેમના મૂળ સ્થાને મોકલી દેવામાં આવ્યાં હતા. ત્યાર બાદ હવે શહેરના 9 પોલીસ ઇન્સપેકટરની બદલી કરી દેવામાં આવી છે.
જેમાં શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા પોલીસ ઇન્સપેકટર એસ.જી સોલંકીની એસ.ઓ.જી (સ્પેશ્યલ ઓપરેશન ગૃપ)માં બદલી કરી દેવાય છે. જ્યારે એસ.ઓ.જી પી.આઇ વી.બી આલની સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર તરીકે મુકવામાં આવ્યાં છે. એસ.ઓજીના વધુ એક પી.આઇ એન.એચ બ્રહ્મભટ્ટ જેઓ અગાઉ લાયસન્સ બ્રાનચમાંથી એસ.ઓ.જીમાં બદલી કરાઇ હતી. તેમણે ફરી એક વખત લાયસન્સ બ્રાન્ચમાં લઇ જવામાં આવ્યાં છે.
જ્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.આર ખેરની ડી.સી.બીમાં બદલી કરાઇ છે. હરણી પોલીસ સ્ટેશનના પી.આઇ આ.એસ. બારીયાની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઇ છે. મીસીંગ સેલના વી. કે દેસાઇની હરણી પોલીસ સ્ટેશનમાં અને છાણી પી.આઇ આ.એસ ડોડાને ટ્રાફિક શાખામાં મોકલી દેવામાં આવ્યાં છે. તેમજ કારેલીબાગ સેકન્ડ પી.આઇ આર.ડી મકવાણાની છાણી પોલીસ સ્ટેશન ખાતે હદલી કરાઇ છે. અને લીવ રીઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાંથી પી.આઇ બી.જી ચેતરીયાની જે.પી રોડ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.