- ચુંટણીમાં પૈસા અને હથિયારોનો દુરઉપયોગ મતદાતા પર ધાક જમાવવા માટે દેશના અનેક રાજ્યોમાં થતો હોય છે
- ગત રાત્રીએ પીએસઆઇ એ.બી. ગોહિલ અને સર્વેલન્સના માણસો વાઘોડિયા વિસ્તારમાં આવેલા વૈકુંઠ સોસાયટી નાકા પાસે ચેકીંગ કરી રહ્યા હતા
- દરમિયાન કાર રોકતા તેમાંથી કાળા કલરનું ખંજર, રીવોલ્વર જેવું લાઇટર અને રૂ. 3.09 રોકડા મળી આવ્યા
- મોટી સંખ્યામાં રોકડા રાખવા પાછળનું કારણ અથવા આધાર પુરાવા આપવામાં ગનુભાઇ નિષ્ફળ રહ્યો
WatchGujarat. વાઘોડિયા વિસ્તારમાં ગત રાત્રી ચેકીંગ દરમિયાન વૈકુંઠ સોસાયટીના નાકા પાસે કારમાંથી રૂ. 3.09 લાખ રોકડા અને ખંજર સાથે શખ્સ ઝડપી પાડવામાં આવ્યો હતો. પાણીગેટ પોલીસે આરોપી સામે ગુનો નોંધી પૈસાનો સ્ત્રોત સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી હતી.
ચુંટણીમાં પૈસા અને હથિયારોનો દુરઉપયોગ મતદાતા પર ધાક જમાવવા માટે દેશના અનેક રાજ્યોમાં થતો હોય છે. આ પ્રકારના કિસ્સાઓ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા આચારસંહિતા લાગુ હોય દરમિયાન પેટ્રોલીંગની કામગીરી તેજ કરી દેવામાં આવતી હોય છે. ગત રાત્રીએ પીએસઆઇ એ.બી. ગોહિલ અને સર્વેલન્સના માણસો વાઘોડિયા વિસ્તારમાં આવેલા વૈકુંઠ સોસાયટી નાકા પાસે ચેકીંગ કરી રહ્યા હતા.
દરમિયાન કાર લઇને ગનુભાઇ કાળુભાઇ ભરવાડ (રહે-જલારામ નગર, વાઘોડિયા રોડ) પસાર થયો હતો. પોલીસે તેને રોકી કારનું ચેકીંગ કરતા કાળા કલરનું ખંજર, રીવોલ્વર જેવું લાઇટર અને રૂ. 3.09 રોકડા મળી આવ્યા હતા. મોટી સંખ્યામાં રોકડા રાખવા પાછળનું કારણ અથવા આધાર પુરાવા આપવામાં ગનુભાઇ નિષ્ફળ રહ્યો હતો.
પોલીસે કાર સહિત રૂ. 9.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને સમગ્ર મામલો પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપી સામે જીપીએ 135 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.