• ક્યાં વેપાર ધંધા કાર્યરત રાખવા અને ક્યાં બંધ રાખવાનું એનાઉન્સમેન્ટ કરાયું
  • લોકોને સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા સાથે બિનજરૂરી બહાર નહિ નીકળવા પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમથી સૂચન

WatchGujarat. મીની લોકડાઉન અને કરફ્યુથી લોકોને અવગત કરાવવા તેમજ ક્યાં વેપાર-ધંધા ખુલ્લા રાખી શકાશે તેમજ ક્યાં બંધ રાખવા તેનાથી લોકોને અવગત કરવા ભરૂચ પોલીસે શહેરના 25 KM માં એનાઉસમેન્ટ સાથે મોબાઈલ પેટ્રોલિંગ કર્યું હતું. ગુજરાત સરકારે 5 મેં સુધી કોરોના સંક્રમણને અટકાવવા મીની લોકડાઉન ભરૂચ સહિતના 29 શહેરોમાં લાદયું છે. સાથે જ રાત્રી કરફ્યુ 8 થી સવારે 6 કલાક સુધી યથાવત છે.

હજી પણ કેટલાક વેપારીઓ અને દુકાનદારો ક્યાં વેપાર ચાલુ રાખવા અને ક્યાં બંધ તેની અસમંજસમાં હોય ગુરૂવારે ભરૂચ જિલ્લા પોલીસે શહેરમાં વાહનોના કાફલા સાથે મોબાઈલ પેટ્રોલિંગ યોજી લોકોને અવગત કર્યા હતા.

ગુજરાત સરકારના તા. 28 એપ્રિલના જાહેરનામાના ચુસ્ત અમલીકરણ અર્થે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના સિધા માર્ગદર્શન હેઠળ આ જાહેરનામાનો ચુસ્ત પણે અમલ કરવા સારૂ મદદનીશ પો.અધીક્ષક વિકાસ સુંડાની આગેવાનીમાં શહેરમાં પોલીસે ડ્રાઇવ યોજી હતી.

ભરૂચ શહેરના પોલીસ ઇન્સ્પેકટર એ ડિવીઝન, બી.ડિવીઝન, સી.ડિવીઝન પો.સ્ટે, ભરૂચ તાલુકા પો.સ્ટે તેમજ 8 પોલીસ મોબાઇલ તથા 10 સરકારી મોટર સાઇકલ સાથે ઝાડેશ્વર પોલીસ ચોકીથી લોકોને લોકડાઉનથી માહિતગાર કરવા પેટ્રોલિંગ કરાયું હતું.

શહેરના તુલસીધામ સર્કલ, કસક સર્કલ , રેલ્વે સ્ટેશન સર્કલ , પાંચબત્તી સર્કલ , મહમંદપુરા સર્કલ , બંબાખાના સર્કલ , એ.પી.એમ.સી માર્કેટ , જંબુસર બાયપાસ , કંથારીયા ગામ , શ્રવણ ચોકડી , શક્તિનાથ સર્કલ , કલેકટર કચેરી, જીલ્લા ન્યાયાલય , ભોલાવ ઓવરબ્રિજ , શીતલ સર્કલ થઇ પરત તુલસીધામ થઇ ઝાડેશ્વર પોલીસ ચોકી સુધીનું 25 કી.મી સુધીના એરીયાનું પબ્લીક એડ્રેસિંગ સીસ્ટમ મારફતે શહેરી જનતાને જાહેરનામાથી અવગત કરાયા હતા.

આવશ્યક સેવાઓ અને વ્યાપાર ધંધા ચાલુ રાખવા અને તે શીવાયના વેપાર ધંધા બંધ રાખવા ઉપરોક્ત વાહનો સાથે 10 પોલીસ અધિકારીઓ તથા 25 પોલીસ માણસો સાથે કુલ 25 કિ.મી. જેટલુ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud