• કોરોના કેસો વધતા રાત્રી કર્ફ્યુનો સમય આજથી રાત્રે 9 થી સવારે 6 સુધી કરાયો
  • તંત્ર દ્વારા તકેદારીના પગલાની સાથે લોકોમાં જાગૃતિ લાવવા માટે એનાઉન્સમેન્ટ સીસ્ટમનો સહારો
  • પોલીસની સરાહનીય કામગીરીને પગલે ચોતરફથી તેમની પ્રશંસા થઇ રહી છે

WatchGujarat. કોરોના કેસોમાં પ્રચંડ ઉછાળો આવત હવે તંત્ર સફાળું જાગ્યું છે. અને તમામ પ્રકારે કોરોનાને અટકાવવા માટે સક્રિય બન્યું છે. અન્ય શહેરો બાદ શુક્રવારે વડોદરામાં પણ રાત્રી કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ મોડી સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે એનાઉન્સમેન્ટ કરી લોકોને ઘરની બહાર બિનજરૂરી નહી નીકળવા માટે અપીલ કરી હતી.

લાંબા આંતરાય બાદ વડોદરામાં શુક્રવારે કોરોના પોઝીટીવ કેસોએ સદી વટાવી હતી. કોરોનાના કેસો વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે. અને શનિ – રવિના રોજ મોલ મલ્ટીપ્લેક્ષ બંધ કરી તથા રાત્રી કર્ફ્યુનો સમય ઘટાડવા સુધીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તેવા સમયે રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો કરવા અંગેના નિયનોની લોકોને જાણકારી આપવા માટે હવે પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમનો સહારો લીધો છે. શહેરના સીટી વિસ્તારમાં પોલીસ કર્મીઓ માઇક પર રાત્રી કર્ફ્યુના નિયમો અંગે માહિતી આપતા નજરે પડ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીને પગલે લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું હતું. અને લોકો દ્વારા કોરોના રોકવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટની કામગીરીની સરાહના પણ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં કોરોના કેસો વધ્યા હોવાનું સામે આવતા સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. તમામ શહેરોમાં કોવિડની જવાબદારી સોંપવામાં આવી હોય તેવા ઓએસડી પરત જઇને સ્થિતીની સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે હવે લોકો પણ સરકારને પ્રયાસોમાં સહયોગ આપીને કોરોના સામેની જંગ વધુ મજબુત બનાવવા આગળ આવે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud