• ભાજપ હોય કો કોંગ્રેસ કે ગમે તે રાત્રે 12 વાગ્યે પછી ઘરે આવીને જવાબ આપીશ – નારાયણ રાજપૂત (સદ્દામ)
  • વોર્ડ નં. 10માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલાં નારાયણ રાજપૂતને તાજેતરમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

Watch Gujarat. વોર્ડ નં.10માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર નારાયણ રાજપૂત (સદ્દામ) બેસી ગયો હોવાનો ખોટો પ્રચાર વિસ્તારમાં થતાં છંછેડાયેલા સદ્દામે વિડીયોના માધ્યમથી ચીમકી ઉચ્ચારી છે કે, “નારાયણ રાજપૂત બેસી ગયો છે એવો ખોટો પ્રચાર કરશો તો કરારો જવાબ મળશે”

કરજણની ગત પેટા ચૂંટણીમાં ભાજપાના હોદ્દેદારો સાથે જોવા મળેલાં નારાયણ રાજપૂતને કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રશ્ન પુછવામાં આવતાં તેની કોંગ્રેસમાંથી લગભગ એક્ઝિટ થઈ ગઈ હતી. ત્યારબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં આર.એસ.પી. અથવા તો ભાજપામાંથી ટિકીટ મેળવવાની ગણતરી ધરાવતાં નારાયણ રાજપૂતના મનસૂબા પર મોટા રાજકારણીઓ દ્વારા પાણી ફેરવી દેવામાં આવ્યું હતું. રાજેશ આયરેએ કેસરીયો ધારણ કરી લીધા બાદ સર્જાયેલા સંજોગોમાં નારાયણ રાજપૂતને ભાજપાએ પણ ટિકીટ આપી નહીં. જેથી આખરે, તેણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગ લડવાનું નક્કી કર્યું હતું.

અપક્ષ તરીકે ફોર્મ ભર્યા બાદ નારાયણ રાજપૂતને હ્રદય રોગનો હુમલો આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં નારાયણ રાજપૂતની સારવાર સ્ટેબલ થઈ છે. ત્યારે પોતાના કાર્યો અને સંપર્કોને કારણે વોર્ડ નં. 10માં નારાયણ રાજપૂત સારી એવી લડત આપી શકે તેવી ગણતરી રાખીને “નારાયણ રાજપૂત બેસી ગયો છે” એવી ખોટી અફવા ફેલાવવામાં આવતાં છંછેડાયેલા સદ્દામે વિડીયોના માધ્યમથી કરારો જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud