• વોર્ડ નં-17ના પૂર્વ મહિલા કાઉન્સીલર ભાવીનાબહેન ચૌહાણનુ અંતિમ ઘડી નામ કપાતા છંછેડાયા હતા
  • ભાવીનાબહેન ચૌહાણ મંત્રી યોગેશ પટેલ અને સંગઠનના હોદ્દેદારોથી નારાજ થઇ અપક્ષ ઉમેદવારો નોંધાવી
  • ભાજપને નુકશાન પહોંચે તેવી સ્થિતિ વચ્ચે નારાજ મહિલા અપક્ષ ઉમેદવારને મનાવવા સંગઠનના હોદ્દેદારો બાદ હવે મંત્રી યોગેશ પટેલ પહોંચ્યાં
  • આવતિકાલે ભાવીનાબહેન અપક્ષ ઉમેદવારી પાછી ખેંચે તો નવાઇ નહીં

WatchGujarat. શહેરના 19 વોર્ડ માટે ભાજપે ગત તા. 4 ફેબ્રુઆરીના રોજ 76 ઉમેદવારોની સત્તાવાર જાહેર કરી હતી. જેમાં વોર્ડ નં-17 ના પૂર્વ મહિલા કાઉન્સીલરનુ અંતિમ ઘડીએ નામ કપાતા વિરોધ વંટોળ શરૂ થયો હતો. શૈલેષ પાટીલના નામને લઇ વિરોધ કરતી ટોળકીને મનાવવા પૂર્વ મહિલા કાઉન્સીલરના નામ ઉપર ચેકડી મારી દેવામાં આવી હતી. જેથી છંછેડાયેલી પૂર્વ મહિલા કાઉન્સીલરે ગત રોજ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પૂર્વ મહિલા કાઉન્સીલરની અપક્ષ ઉમેદવારી ભાજપને નુકશાન પહોંચાડે તેવી સ્થિતિ સર્જાતા ડેમેજ કંટ્રોલ કરવા શહેર પ્રમુખ, મહામંત્રી બાદ મંત્રી યોગેશ પટેલ પણ તેમણે મનાવવા તેઓના નિવાસ સ્થાને પહોંચ્યાં હતા.

શહેર ભાજપના પ્રમુખ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા “MISSION 76” ને પાર પાડવા માટે એડીચોટીનુ જોર લગાડી રહ્યાં છે. તેવામાં ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ વોર્ડ -17ના શૈલેષ પાટીલના નામને લઇ વિરોધ શરૂ થયો હતો. જો કે, વિરોધ શૈલેષ પાટીલનો હતો. પરંતુ આ નામ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની પસંદગી હોવાથી વિરોધ કરનાર ટોળકી  અને નેતાઓ અટવાઇ ગયા હતા. નારાજ ટોળકીને મનાવવા માટે અંતિમ ઘડીએ પૂર્વ મહિલા કાઉન્સીલર ભાવીનાબહેન ચોહાણનું પત્તુ કાપી અન્ય મહિલા ઉમેદાવરને ટિકિટ આપવામાં આવી હતી.

અંતિમ ઘડીએ ભાવીનાબહેનનુ નામ કપાતા તેઓ છંછેડાયા હતા. અને તેમણે ગતરોજ સમર્થકો સાથે મળી અપક્ષ ઉમેદાવારી નોંધાવી હતી. જો કે, રનીંગ કાઉન્સીલરની ટિકિટ કપાતા સ્વાભાવિક છે કે તેમના સમર્થકોમાં પણ ભાજપ પ્રત્યે ભારે રોષ ઠાલવે અને ચૂંટણીમાં નુકશાન પહોંચાડી શકે. જેથી ડેમેજ કંટ્રોલ કરવા માટે શહેર પ્રમુખ ડો. વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી અને જશવંતસિંહ સોલંકી ભાવીનાબહેનના ઘરે પહોંચ્યાં હતા. જ્યાં તેમણે ફોર્મ પરત ખેંચી લેવા સમજાવાના પ્રયત્નો કરાયા હતા. ત્યાર બાદ મોડી સાંજે રાજ્ય કક્ષા મંત્રી યોગેશ પટેલ પણ આજ મુદ્દે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં હતા.

જેથી કહીં શકાય કે, શહેર પ્રમુખ અને મહામંત્રી બાદ મંત્રી ડેમેજ કંટ્રોલ કરવા પહોંચતા અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભાજપના પૂર્વ મહિલા કાઉન્સીલર ફોર્મ પરત ખેંચી લે તો નવઇ નહીં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud