આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં સંઘર્ષ કરીને પુત્રોને ક્રિકેટમાં આગળ આવવા પ્રોત્સાહિત કર્યાં.
જીપના શોખીન હિમાંશુ પંડ્યા બે દિવસ પહેલાં જ જીપ લાવ્યા હતાં.
WatchGujarat. ક્રિકેટ જગતને બે ધુરંધર ક્રિકેટરો હાર્દિક અને કૃણાલ આપવા માટે અથગ મહેનત કરનાર હિમાંશુ પંડ્યાનું શનિવારે નિધન થયું હતું. ક્રિકેટ પ્રત્યે અનન્ય ચાહના ધરાવતાં હિમાંશુભાઈએ નાનપણથી જ બંને પુત્રોને ક્રિકેટર બનવા માટે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, જીપમાં ફરવાનો શોખ ધરાવતાં હિમાંશુભાઈએ હજી બે દિવસ પહેલાં જ પંજાબથી જીપ ખરીદી લાવ્યા હતાં.
હાર્દિક અને કૃણાલ પંડ્યા પિતા હિમાંશુભાઈએ આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં સંઘર્ષ કરી આગળ લાવ્યા હતા. શનિવારે તેમનું 71 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થતા પરિવામાં શોકનો માહોલ છવાયો છે. હિમાંશુભાઈ બે દિવસ પહેલા જ પોતોના શોખ પ્રમાણેની જીપ પંજાબથી લઈ આવ્યા હતા. જેમાં માત્ર બે દિવસ જ ફરવાનો સમય મળ્યો હતો. દરમિયાન છેલ્લી ઉત્તરાયણ પત્ની અને સગા સંબંધીઓ સાથે ઉજવી હતી.
જીપમાં એલેમ્બિક મેદાન ખાતે ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા ગયા હતા
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક અને કુણાલ પંડ્યાના પિતા હીમાંશુભાઈ કારના ભારે શોખીન હતા. જેમાં જીપના ભારે શોખીન હતા.13 જાન્યુઆરીના રોજ તેઓ પંજાબ ખાતેથી જીપ લાવ્યા હતા અને તેમના મિત્ર વારસ અલી પીરઝાદા સાથે જીપ લઈને ફરવા નીકળ્યા હતા. તેઓ એલેમ્બિક રોડ પર આવેલ એફબી મેદાન ખાતે ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ જોવા માટે પણ ગયા હતા.
દીકરાઓને આગળ લાવવા સુરત છોડી વડોદરા સ્થાયી થયા
હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાયનાન્સનો વેપાર કરતા હતા. જોકે, થોડા સમય બાદ 1998 માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા મજબૂર થયા હતા. તે સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશા પોતાના બંને દીકરાઓને પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ જતા હતા.
આર્થિક તંગીના કારણે એક સમયે હાર્દિક અને કૃણાલ પાસે પોતાની ક્રિકેટ કીટ પણ ન હતી
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પિતાએ આર્થિક તંગી હોવા છતાંય કિરણ મોરેની એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. હાર્દિક પંડ્યા ધોરણ-9માં નાપાસ થયો હતો. ત્યારબાદ તેણે સમગ્રપણે ક્રિકેટ પર ફોકસ કરવા માટે અભ્યાસ છોડી દીધો હતો. હાર્દિક 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે પોતાની ક્રિકેટ કિટ પણ નહોતી. બંને ભાઈઓએ લગભગ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોસિએશન પાસેથી ક્રિકેટ કિટ લઈને કામ ચલાવ્યું હતું.
IPLમાં સિલેક્શન થયા બાદ પરિવારનું જીવન બદલાયું
અંડર-19 ક્રિકેટ દરમિયાન હાર્દિક અને કૃણાલ પાસે પૈસા રહેતા ન હતા. જેને કારણે તે મેગી ખાઈને કામ ચલાવતા હતા. આ દરમિયાન હાર્દિકના પરિવારની હાલત પણ કાંઈ ઠીક ન હતી. જોકે, આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદાયા બાદ હાર્દિક અને તેના પરિવારનું જીવન બદલાઈ ગયું હતું. જે બાદ તે સતત શાનદાર પ્રદર્શન કરતો રહ્યો અને ભારતીય ટીમમાં જગ્યા બનાવી લીધી છે.