• જ્યુબિલી બાગ બહાર લગાડાયેલા બેનરથી રાજકીય મોરચે ચકચાર.
  • બેનરવોરમાં ગાંધીજીનો અપમાનજનક ફોટો બનાવાયો.
  • રાષ્ટ્રપિતાના ફોટોની નીચે અટકનો ઉલ્લેખ કરી સુચક ઇશારો કરવામાં આવ્યો. 
  • કોંગ્રેસમાંથી કપાયેલા કે ભાજપથી દઝાયેલાંએ બેનરો લગાડ્યા હોવાની ચર્ચા.

WatchGujarat. શહેરના જ્યુબિલી બાગ પાસે અમદાવાદી પોળ બહાર વિવિધ મુદ્દે મોટા બેનરો લગાડવામાં મોખરે રહેતાં “બેનરપ્રેમી” મંત્રી યોગેશ પટેલના ગઢ ગણાંતા વિસ્તારમાં જ કોંગ્રેસ – ભાજપની ગંદી રાજનિતી નિહાળી રડી પડેલાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું બેનર લાગતાં રાજકીય મોરચે ચર્ચા ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અજાણ્યા શખ્સ દ્વારા લગાડાયેલા બેનરમાં મહાત્મા ગાંધીની આંખમાંથી આંસુ નિકળતાં બતાવીને રાષ્ટ્રપિતાનું અપમાન કરવામાં આવ્યું હોવાની લોક લાગણી જન્મી છે.

સ્થાનિક સ્વરાજ્ય અને જિલ્લા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસ અને ભાજપ મળેલા છે તેના આક્ષેપો અત્યાર સુધી અનેક વખત સામે આવ્યા હશે. પરંતુ વડોદરામાં કોંગ્રેસ-ભાજપની મીલીભગત ઉજાગર કરવા માટે બેનર વોર ચાલી રહી છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીનું અપમાન થાય તે પ્રકારે બેનર બનાવી જાહેર જગ્યાએ લગાડવામાં આવ્યા છે.

રાજ્યમાં કોંગ્રેસમાંથી અનેક ચુંટાયેલા જનપ્રતિનિધીઓએ સહર્ષ સત્તાપક્ષ ભાજપામાં જોડાયા હતા. અને જો કોઇ ભાજપામાંથી નિરાશ થાય તો કોંગ્રેસમાં જોડાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં એક તરફ તમામ પાર્ટીના ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. તેવા સમયે વડોદરાના જ્યુબિલી બાગ નજીક ગાંધીજીના ફોટો સાથેનું બેનર લગાડવામાં આવ્યું છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે, હે રામ ! સાતવ – ચાવડા – ભરત કી ભાજપા સે મેલ, રો ગયે ગાંધી તેરે દેખકે ખેલ.

બેનરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી રડતા હોય તેવું ચિત્રણ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીના બેનર નીચે સુચકરીતે લખવામાં આવ્યું છે. જેમાં ત્રણ અટક ધરાવતા લોકો ભાજપા સાથે મળેલા હોવા તરફ ઇશારો કરી રહ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બેનર  અનામી લગાડવામાં આવ્યા છે. મહાત્મા ગાંધીજીના બેનરનો ઉપયોગ કરીને કોંગ્રેસ-ભાજપની મીલીભગત ઉજાગત કરતું બેનર રાજનીતીની નવી નીચાઇ દર્શાવી રહ્યું છે.

અત્રે નોંધનિય છે કે, જ્યુબિલીબાગ પાસે બેનર કોણે લગાડ્યું? તે અંગે અનેક તર્ક વિતર્ક વહેતાં થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે કોંગ્રેસમાંથી કપાઈ ગયેલાં અથવા તો ભાજપથી દઝાયેલા દ્વારા બેનરો લગાડવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, બેનર કોના દ્વારા લગાડવામાં આવ્યા છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud