• સાઢુએ જ પોલીસને ફોન કરીને બોલાવી હતી
  • PCR વાન સ્થળ પર પહોંચી તો ભરત પરમાર દારુ પીધેલી હાલતમાં લથડીયા ખાતા મળી આવ્યા હતા
  • પોલીસે પ્રિન્સિપાલ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

#Vadodara - એલેમ્બિક વિદ્યાલયના પ્રિન્સીપાલે દારૂના નશામાં ચૂર થઇ ધમાલ મચાવી

WatchGujarat. શહેરના ગોરવા-લક્ષ્મીપુરા રોડ પર સી.કે. પ્રજાપતિ સ્કૂલની પાછળ શ્રીધર વિલા ડુપ્લેક્સમાં દારૂ પીને ધમાલ કરી રહેલા શહેરની ગોરવા વિસ્તારમાં ઈનઓર્બીટ મોલ સામે આવેલી એલેમ્બિક વિદ્યાલયના પ્રિન્સીપાલ ભરત પરમારને ગોરવા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમના સાઢુએ જ પોલીસને ફોન કરીને બોલાવી હતી. પોલીસે પ્રિન્સિપાલ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. #એલેમ્બિક

ગોરવા પોલીસમાં ભરત બાબુભાઇ પરમાર (રહે, શ્રીધર વિલા ડુપ્લેકસ, સી.કે.પ્રજાપતી સ્કુલ પાછળ, લક્ષ્મીપુરા રોડ) સામે PCR વાનના પોલીસ કર્મચારી હિતેશ વેલશીભાઇ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ સ્ટેશન તરફથી વર્ધી મળી હતી કે જનક નરોત્તમભાઇ પરમારે પોલીસને જાણ કરી હતી કે તેમના પાડોશી ભરત બાબુભાઇ પરમાર દારુ પીને ધમાલ કરી રહ્યા છે. જેને પગલે PCR વાન સ્થળ પર પહોંચી હતી. જ્યાં ભરત પરમાર દારુ પીધેલી હાલતમાં લથડીયા ખાતા મળી આવ્યા હતા.

પોલીસે ભરત પરમારને ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ભરત પરમારના સાઢુભાઇએ જ પોલીસને ફોન કરી જાણ કરી હતી. ભરત પરમાર એલેમ્બીક વિદ્યાલયમાં પ્રિન્સિપાલ છે.

More #એલેમ્બિક #Principle #Alembic #vidhlaya #drunk #police #filed #case #Vadodara News #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud