• માતા પુત્ર બન્નેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા.
  • પુત્રના તકીયા નિચે મુકેલા સોનાના દાગીના મોડી રાત્રે કોઇ ચોરી ગયુ
  • મળસ્કે દર્દીએ તપાસ કરતા દાગીના ન મળી આવતા નોંધાવી પોલીસ ફરીયાદ

WatchGujarat. કોરોનાની બેકાબૂ બનેલી પરિસ્થિતિમાં જાણે સરકારી હોસ્પિટલ અને તેના સ્ટાફ ઉપર ભરોસો ન હોય તેમ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીના સ્વજનોએ બેડ મેળવવા માટે લાગવગ લગાવવી પડે તે પરિસ્થિતિ ઉભી થઇ છે. તેવામાં શહેરના એક કોરોના પોઝિટીવ દર્દીને નાંમકિત ખાનગી હોસ્પિટલમાં બેડ તો મળી ગયો પણ તેણે રૂ. 1.24 લાખના સોનાના દાગીના ગુમાવવાના વારો આવ્યો હતો. જેથી દર્દીએ આ મામલે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા કલ્પેશ વાઘેલાએ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતુ કે, ગત તા. 22 માર્ચના રોજ તેમણે અને તેમની માતાએ કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી સારવાર અર્થે તેઓ ગેંડા સર્કલ સ્થિત સારાભાઇ કેમ્પસમાં આવેલી નામંકિત હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં હોસ્પિટલન તબીબ સ્ટાફ દ્વારા તેમણી અને તેમની માતાની સારવાર હાથ ધરવામાં આવી હતી.

સારવારની પ્રક્રિયા શરૂ થયા તે દરમિયાન કલ્પેશભાઇની માતાએ પહેરેલા સોનાના દાગીના કઢાવી એક પ્લાસ્ટીકની બેગમાં આપી દેવાયા હતા. જે પ્લાસ્ટીક બેગ કલ્પેશભાઇએ પોતાના તકીયા નિચે મુકી રાખી હતી. તેવામાં 23 માર્ચના મળસ્કે તકીયા નિચે મુકેલી સોનાના દાગીના ભરેલી પ્લાસ્ટીક બેગ મળી આવી ન હતી. જેથી તેમણે આ બાબતે હોસ્પિટલના સ્ટાફને જાણ કરી હતી. જોકે શોધખોળ કરવા છતાં સોનાના દાગીના મળી આવ્યાં ન હતા. જેથી તેમણે આખરે આ મામલે ગોરવા પોલીસ સ્ટેશન રૂ. 1.24 લાખના દાગીના હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ચોરી થયા હોવાની ફરીયાદ નોંધાવી હતી.

મહત્વની બાબત એ છ કે, કોરોના પોઝિટીવ દર્દીને હોસ્પિટલમા દાખલ કરવામાં આવે છે ત્યારે તેમના સગા સબંધીઓને પણ મળવાની પરવાનગી આપવામાં આવતી નથી, પછી એ સરકાર હોસ્પિટલ હોય કે ખાનગી. તેવામાં માત્ર હોસ્પિટલનો સ્ટાફ, તબીબ અને નર્સિંગ સ્ટાફ જ દર્દી પાસે હાજર હોય છે. આ પરિસ્થિતિ વચ્ચે કોઇ દર્દીના કિંમતી સોનાના દાગીનાની ચોરી થાય તો તેની જવાબદારી કોણી ?

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud