• કોરોનાની સુનામીમાં વડોદરામાં રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે અછત સર્જાઇ
  • સરકારી હોસ્પિટલમાં ઓક્જિસનનો પર્યાપ્ત જથ્થો મળી રહે તે માટે પ્રયાસો કરાયા, ખાનગી હોસ્પિટલ બાકાત રખાઇ
  • કોરોનાની બીજી વેવમાં સંક્રમિત દર્દીઓમાં ઓક્સિજનની માંગ વધી

WatchGujarat. વડોદરા શહેરમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. દિવસેને દિવસે કોરોના પોઝીટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. તેવા સમયે હવે શહેરમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત સામે આવી રહી છે. સમસ્યા એ હદે વકરી છે કે, ખાનગી હોસ્પિટલમાં સંચાલકોએ હોસ્પિટલમાં દર્દીની સારવારની સાથે ઓક્જિસનનો પુરવઠો સુનિશ્ચિત કરાવવા માટે પણ દોડધામ કરવી પડી રહી છે. જો શહેરમાં ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે સારવાર હેઠળ કોઇ દર્દીનું મોત થાય તો તેવી જવાબદારી ઓએસડી ડો. વિનોદ રાવ ના શિરે કે ખાનગી હોસ્પિટલના સંચાલકોના શિરે થોપાશે ?

શહેરમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. રોજે રોજ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ અહિંયા સારવાર આપવામાં આવી રહી છે. જેને લઇને શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કામનું ભારણ વધી રહ્યું છે. તેવા સમયે શહેરમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત સામે આવી રહી છે. ઓક્સિજનની અછતનો કકળાટ તો પહેલાથી જ ચાલી રહ્યો છે. હવે ઓક્સિજનની અછત શહેરના ખાનગી હોસ્પિટલમાં દુર્ધટના તરફ લઇ જઇ રહી હોવાની શક્યતાઓ નકારી શકાય નહિ તે તબક્કામાં આવી પહોંચી છે.

દેશભરમાં અનેક ખાનગી કોર્પોરેટ હોસ્પિટલમાં ગણતરીનો ઓક્સિજનનો જથ્થો હોવાની ઘટના અગાઉ સામે આવી ચુકી છે. વડોદરામાં પણ હવે તે રીતે ખાનગી હોસ્પિટલોમાં કટોકટ ઓક્સિજનનો જથ્થો મળી રહ્યો છે. તેવા સમયે ઓક્સિજનની અછત જીવલેણ સાબિત થઇ શકે છે.

ખાનગી હોસ્પિટલના સંચાલકોને જરૂરીયાત કરતા ઓછો ઓક્સિજનનો પુરવઠો ફાળવવામાં આવી રહ્યો છે. કોરોનાની બીજી વેવમાં સંક્રમણ વધુ તેજ ગતીથી પ્રસરી રહ્યું છે. અને ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. શહેરના વહીવટી તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલોને ઓક્સિજનનો નિયમીત જથ્થો પ્રાથમિકતાના ધોરણે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પરંતુ શહેરની ખાનગી હોસ્પિટલો માટે ઓક્સિજન જરૂરિયાત મુજબનો જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યો નથી.

શહેરમાં સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના અસંખ્ય દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જો કોઇ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીનું ઓક્સિજનના અભાવે મૃત્યુ થાય તો તેની જવાબદારી ઓએસડી ડો. વિનોદ રાવના શિરે જશે કે હોસ્પિટલના સંચાલકના શિરે ?

ખાનગી હોસ્પિટલના સંચાલકે નામ ન જણાવવાની શરતે હકીકત જણાવી હતી કે, હોસ્પિટલમાં ગણતરીના કલાકો માટેનો ઓક્સિજન બચ્યો હતો. મારા ત્યાં રાખેલા દર્દીઓના જીવ પર જોખમ તોળાય  તેવી સ્થિતી સર્જાઇ હતી. આખરી સમયે ભારે આજીજી કરીને કોઇક રીતે આખરી સમયે ઓક્સિજનની વ્યવસ્થા થઇ હતી. જો આવી રીતે સ્થિતી કટોકટી ભરી સર્જાશે તો આવનારા સમયમાં મોટી દુર્ધટના થઇ શકે છે. સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ ઓક્સિજનનો પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા જરૂરી છે. શહેરમાં આવેલી અનેક ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછતની સ્થિતી દિવસેને દિવસે વકરી રહી છે.

વડોદરાના મહિલા ધારાસભ્ય સીમાબેન મોહિલેએ મુખ્યમંત્રીને પત્ર લખીને દૈનિક 180 મેટ્રીક ટન ઓક્સિજન અને 2 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પુરો પાડવા વિનંતી કરી હતી. વડોદરામાં રાજ્ય કક્ષાના મંત્રીથી લઇને સાંસદ સુધી કોઇએ પણ પત્ર લખીને ચોક્કસ પુરવઠાની માંગ કરી ન હતી. વડોદરામાં ઓક્જિસનના પુરવઠાની માંગમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જો જરૂરીયાતનો જથ્થાઓ નિયમિત રીતે નહિ પુરો પાડવામાં આવે તો મુશ્કેલી સર્જાઇ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud