• કોઇ પણ વ્યક્તિને મારવાનો પોલીસને અધિકારી નથી – પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટ
  • ગત રોજ બગીખાના પાસે નવાપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી.એસ પટેલે માજી સાંસદ સત્યજિત ગાયકવાડને જાહેરમાં લાફા માર્યા હતા.
  • પી.એસ.આઇ પટેલે ઘરમાં ઘૂસી કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી
  • થોડા સમય ઠગબાજ આદેશ દેવકુમારના વિવાદીત પ્રકરણની તપાસ પણ ACP એ.વી. રાજગોરને સોંપાઇ હતી.
  • આદેશ દેવકુમારની તપાસનુ પિલ્લુ વાળી અભરાઇ પર ચઢાવી દેવાયુ હોય તેવો ઘાટ ઘડાયો હતો.

#Vadodara - પુર્વ સાંસદ લાફા પ્રકરણની તપાસ ACP રાજગોરને સોંપાઇ, થોડા સમય પહેલા કયા વિવાદીત કિસ્સાની તેમણે તપાસ કરી હતી, જાણો

WatchGujarat. શહેરના પુર્વ કોંગી સાંસદ સત્યજિત ગાયકવાડ અને નવાપુરા પોલીસ સ્ટેશનને PSI ડી.એસ પટેલે વચ્ચે માસ્કની પાવતી બાબતે ગત રોજ બોલાચાલી થઇ હતી. જેમાં PSI ડી.એસ પટેલ પોતાની દબંગાઇ દેખાડી માજી સાંસદને જાહેરમાં લાફા બીભત્સ ગાળો આપી હતી. જોકે આ મામલે પોલીસ અધિકારીએ લુલો બચાવ કરતા કહ્યું હતુ કે, અમે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી છે. ત્યારે માજી સાંસદના લાફા પ્રકરણ મામલે વડોદરા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા શહેર પોલીસ કમિશ્નરને રૂબરૂ મળી PSI ડી.એસ પટેલને સસ્પેન્ડ કરવા માગ કરી હતી. જોકે આ સમગ્ર મામલની તપાસ એ.સી.પી રાજગોરને સોંપવામાં આવી છે.

ગત મોડી સાંજે પુર્વ સાંસદના બહેન કારમાં નિકળ્યા હતા. બગીખાના પાસે ચેકીંગ કરી રહેલા પોલીસે કાર રોકી મહિલાનુ માસ્ક નાકથી નિચે હોવાથી રૂ. 1000ના દંડની કાર્યવાહી કરી હતી. જોકે મહિલા પાસે રૂપિયા ન હોવાથી તેમણે પોતાના ભાઇ સત્યજિતને દંડની રકમ લઇ બોલાવ્યાં હતા. સ્થળ પર પહોંચી દંડની રકમ આપતા સત્યજિત ગાકવાડે પાવતીની માગ કરી હતી. જોકે સ્થળ પર હાજર પોલીસ કર્મીઓએ પાવતી પુરી થઇ ગઇ હોવાનુ જણાવ્યું હતુ. સ્વાભાવિક છે સામાન્ય વ્યક્તિ જ્યારે દંડની રકમ ભરે ત્યારે પોલીસ તરફથી તેને પાવતી આપવામાં આવતી હોય છે.

#Vadodara - પુર્વ સાંસદ લાફા પ્રકરણની તપાસ ACP રાજગોરને સોંપાઇ, થોડા સમય પહેલા કયા વિવાદીત કિસ્સાની તેમણે તપાસ કરી હતી, જાણો

પરંતુ આ કિસ્સામાં દંડની પાવતી બાબતે  પુર્વ સાંસદને બીભત્સ ગાળો ભાંડી PSI ડી.એસ પટેલે તેમને જાહેરમાં લાફા મારી છાતીમાં મુક્કા માર્યા હોવાનુ સત્યજિત ગાયકવાડે આક્ષેપ કર્યો છે. તથા તેમના ઘરે પહોંચી PSI ડી.એસ પટેલે ગાળો ભાંડી કેસમાં ફીટ કરી વોન્ટેડ જાહેર કરવાની ઘમકી આપી હોવાનુ પણ સત્યજિત ગાયકવાડ જણાવી રહ્યાં છે. જોકે મામલો મીડિયા સુધી પહોંચતા ACB મેઘા તેવરે મીડિયા સમક્ષ PSI ડી.એસ પટેલનો લુલો બચાવ કરતા કહ્યું હતુ કે, PSI ડી.એસ પટેલ અને માજી સાંસદ વચ્ચે ઝપાઝપી થઇ હતી. પુર્વ સાંસદે દંડની રકમ અને ઘરે જઇને દંડની રકમ આપુ, કારમાંથી આપુ કહીં ભરવા ગલ્લા તલ્લા દેખાડ્યા હતા. અને આ મામલે અમે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી છે. તેઓ પોલીસ સ્ટેશન આવીને પણ દંડ ભરી શકે છે. #ACP

શહેરના માજી સાંસદ સાથે બનેલી આ ઘટના કાળી ટીલ્લી સમાન છે. સત્યજિત ગાકવડ સાથે કરવામાં આવેલા દુર્વ્યવહારને પગલે શહેર કોંગ્રેસના અગ્રણીઓ આજે પોલીસ કમિશ્નર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જ્યાં તેમણે PSI ડી.એસ પટેલેને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. તથા શહેર પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટને રૂબરૂમાં મળી આ મામલે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જેથી પોલીસ કમિશ્નરે સમગ્ર મામલની તપાસ એ.સી.પી એ.વી. રાજગોરને સોંપી છે. તપાસ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવાનુ પણ પોલીસ કમિશ્નરે કોંગી એગ્રણીઓને આશ્વાસન આપ્યું હતુ. #ACP

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ઇન્કમવોલ્સના ઠગબાજ આદેશ દેવકુમારની છેતરપીંડીના ગુનામાં રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. જોકે આદેશ દેવકુમારની એન્ટ્રી કરવાના બહાને રાજસ્થાન પોલીસને જે.પી પોલીસ સ્ટેશનમાં બોલાવી હતી અને પોલીસે આદેશ દેવકુમાર સવારે હાજર થઇ જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ સવાર પછી બપોર પડી પણ આદેશ દેવકુમાર રાજસ્થાન પોલીસ સમક્ષ હાજર થવાને બદલે ફરાર થઇ ગયો હતો. મીડિયામાં આ મામલો ઉછળતા પોલીસ કમિશ્નરે આ અંગેની તપાસ તે સમયે ACP રાજગોરને સોંપી હતી. આ પ્રકરણને બે મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં આજદિન સુધી કોઇ નક્કર પરિણામ આવ્યું નથી. #ACP

ત્યારે હવે જોવાનુ એ રહ્યું કે, PSI ડી.એસ પટેલ દ્વારા માજી સાંસદ સત્યજિત ગાયકવાડને જાહેરમાં લાફા મારવાના પ્રકરણમાં કોઇ નક્કર કાર્યવાહી થશે ? કે પછી ઇન્કમવોલ્સના ઠગબાજ આદેશ દેવકુમારના પ્રકરણની જેમાં આ મામલાનું પણ પીલ્લુ વાળી અભરાઇએ ચઢાવી દેવાશે.

More #PSI #slapped #ex-MP #investigation #handover #ACP #Vadodara news
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud