• માસ્ક દંડની પાવતી ન હોવાથી સવાલ પૂછવા બદલ પોલીસે પૂર્વ સાંસદને જાહેરમાં ઢોરમાર માર્યો
  • પૂર્વ સાંસદ પર હુમલો નિંદનીય ઘટના

વડોદરા પોલીસના PSIની દાદાગીરી - પૂર્વ કોંગી સાંસદને જાહેરમાં લાફા માર્યા, ઘરમાં ઘુસી કેસમાં ફિટ કરી દેવાની ધમકી : જાણો સમગ્ર મામલો

WatchGujarat. વડોદરાના પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડને માસ્ક દંડ મામલે પોલીસનો વરવો અનુભવ થયો હતો. તેમના બહેનનું માસ્ક નીચે હોવાને કારણે પોલીસે દંડ ફટકાર્યો હતો. બહેન પાસે દંડના પૈસા રોકડ ન હોવાથી સત્યજિતસિંહ ગાયકવાડ ઘર નજીક ચાલતા ગયા હતા. દંડ અંગેની પાવતી ન હોવાથી PSI ડી.એસ. પટેલ તથા કર્મીઓએ તેમને લાફા અને મુક્કા માર્યા હતા. પૂર્વ સાંસદ જોડે થયેલી ઘટના શહેરના ઇતિહાસમાં કાળી ટીલ્લી સમાન છે.

વડોદરા પોલીસના PSIની દાદાગીરી - પૂર્વ કોંગી સાંસદને જાહેરમાં લાફા માર્યા, ઘરમાં ઘુસી કેસમાં ફિટ કરી દેવાની ધમકી : જાણો સમગ્ર મામલો

સત્યજિતસિંહ ગાયકવાડ પૂર્વ સાંસદ અને બરોડા ક્રિકેટ એશિશિયેશનના મીડિયા કમિટીના ચેરમેન છે. બુધવારે સાંજે સત્યજિતસિંહના બહેન BHS સ્કૂલ પાસેથી કાર લઈને પસાર થઇ રહ્યા હતા. દરમિયાન તેમનું માસ્ક નીચે હોવાને કારણે સ્થળ પર હાજર પોલીસે તેમને રૂ. 1 હજારનો દંડ ફટકાર્યો હતો. માસ્ક દંડના રૂ. 1 હજાર રોકડા તેમની પાસે ન હોવાને કારણે તેમના ભાઈ સત્યજિત ગાયકવાડને સ્થળ પર પૈસા લઈ બોલાવ્યા હતા. પૈસા લઈ પહોંચેલા સત્યજિતસિંહ ગાયકવાડએ હાજર PSI ડી.એસ. પટેલ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમને કીધું કે પહેલા દંડ ભરો પછી જ વાત થશે. દંડ ભરવા ગયેલા પોલીસ કર્મી પાસે પાવતી ન હતી. એટલે સત્યજિતસિંહ ગાયકવાડએ PSI ડી.એસ. પટેલને આ અંગે જાણ કરી અને પોલીસવાળાએ તેમને જાહેરમાં જ માર મારવાનું શરુ કરી દીધું હતું.

સત્યજિતસિંહ ગાયકવાડે watchgujarat.com સાથેની ટેલિફોનીક વાતચતિમાં જણાવ્યું કે, PSI ડી.એસ. પટેલ મને કીધું કે પાવતી ફાડાવો પછી વાત. પોલીસ વાળા પાસે પાવતી ન હોવાથી મેં PSI ડી.એસ. પટેલને કહ્યું કે હું અહીંયા જ છું. તમે પાવતી લઈને આવો. મારા બહેનને જવા દો. આટલું કહેતા જ પોલીસવાળા મારી પર તૂટી પડ્યા હતા. મને ધક્કો મારી 2 લાફા ચોળી દીધા. અને ત્યાર બાદ મને છાતીમાં મુક્કા માર્યા. મેં કીધું કે મારો વાંક શું છે તો કીધું કે પોલીસ પર એસોલ્ટ કરવાના કેસમાં તેના પર કેસ ઠોકી દો. ત્યાર બાદ મને નવાપુરા પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું. મેં કહ્યું કે હું મારી ગાડીમાં આવીશ. ગાડી લેવા ઘરે ગયો તો પોલીસવાળા મારા ઘરે આવી ગયા. તેનો વિચાર હતો કે મને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર મારવાનો પ્લાન હતો. મારા ઘરમાં વગર વોરંટે આવી ને મને ધમકી આપી કે, તારા પર કેસ કરીશ અને તને વોન્ટેડ જાહેર કરીશ. તારા જેવા લુખ્ખા સાંસદમેં બહુ જોયા. આ મામલે વાત કરવા માટે પોલીસ કમિશ્નર ફોન કર્યો પણ તેમણે ઉપાડ્યો ન હતો. અને નવાપુરાના PI એ મારા ઘરે આવીને વાત કરવા જણાવ્યું હતું.

એક પૂર્વ સાંસદ પર આ રીતે પોલીસે હુમલો કરવો શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની હકીકત સામે લાવી રહી છે. માસ્ક દંડ મામલે અંગે અનેક વખત લોકો તથા નેતાઓના વિરોધના સુર જોવા મળ્યા હતા. પૂર્વ સાંસદ પર પોલીસનો હુમલો નિંદનીય ઘટના છે.

More #PSI #Slapped #EX MP #Shameful #Act #Vadodara news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud