• મંદિરના મહંત સહિત ત્રણ લોકો વડોદરા પરત ફર્યા, બે ના રિપોર્ટ નેગેટીવ 
  • કુંભ મેળાના શરૂઆતના સમયમાં કોરોના કેસોમાં વધારો થતા અનેક અખાડા દ્વારા કુંભ મેળો પુર્ણ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુંભના મેળામાંથી પરત ફરતા યાત્રાળુઓનો કોરોના ટેસ્ટ કરાવવાની જાહેરાત કરી
  • વડોદરા રેલવે સ્ટેશ પર પ્લેટ ફોર્મ નંબર – 1 પર કોરોના ટેસ્ટીંગ કરાવવા માટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો

WatchGujarat. કોરોનાના કેસો વધતા કુંભનો મેળો રદ કરવાનો નિર્ણય અનેક અખાડા દ્વારા કરવામાં આવ્યા હતો. જેને પગલે ત્યાં ગયેલા શ્રદ્ધાળુઓ હવે પરત ફરી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીએ કુંભના મેળામાંથી પરત આવતા શ્રદ્ધાળુઓનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ તેઓને પ્રવેશ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ વડોદરામાં પરત ફરવા માટે નિકળેલા લોકોમાંથી મંદિરના મહંત સહિત ત્રણ લોકો પરત ફર્યા હતા. જેમાંથી બે લોકો પાસે કોરોનાનો અગાઉથી કઢાવેલો રિપોર્ટ હતો. જેથી મહંતનો RT-PCR ટેસ્ટ વડોદરા રેલવે સ્ટેશન પર કરવામાં આવ્યો હતો.

હરીદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુંભ મેળામાં દર વર્ષો હજારો લોકો ભાગ લેવા માટે દેશના અનેક ખુણેથી જાય છે. પરંતુ તાજેતરમાં કોરોના કાળ ચાલી રહ્યો હોવાને કારણે ઓછી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચશે તેવી ભીતિ સેવાઇ રહી હતી. કુંભ મેળાના શરૂઆતના સમયમાં કોરોના કેસોમાં વધારો થતા અનેક અખાડા દ્વારા કુંભ મેળો પુર્ણ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તો હવે યાત્રાળુઓ ત્યાંથી પરત ફરી રહ્યા છે. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુંભના મેળામાંથી પરત ફરતા યાત્રાળુઓનો કોરોના ટેસ્ટ કરાવવાની જાહેરાત કરી હતી. જેને લઇને વડોદરા સહિતના રેલવે સ્ટેશ પર RT-PCR ટેસ્ટીંગના સ્ટોલ શરૂ કરવામાં આવ્યા હતા.

વડોદરા રેલવે સ્ટેશ પર પ્લેટ ફોર્મ નંબર – 1 પર કોરોના ટેસ્ટીંગ કરાવવા માટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો હતો. આજે બપોરે દહેરાદુન બાંદ્ર ટ્રેનમાં આવેલી પેસેન્જરોમાંથી વડોદરા ઉતરેલા લોકોને એક તરફ કરવામાં આવ્યા હતા. અને તમામને ટેસ્ટીંગ સ્ટોલ પાસે લઇ જવામાં આવ્યા હતા. પેસેન્જરોને સતત સ્પીકર પર તેમને ટેસ્ટીંગ માટેની લાઇનમાં જોડાવવા માટે માર્ગદર્શન આપવામાં આવતું હતું. પરંતુ મોટાભાગના મુસાફરો મથુરા તથા આસપાસના વિસ્તારમાંથી આવ્યા હોવાનું સામે આવ્યા હતા. સુત્રના જણાવ્યા પ્રમાણે, 30 મુસાફરો કુંભના મેળામાંથી આવવાનું બુકીંગ કરાવ્યું હતા. પરંતુ ત્રણ યાત્રાળુઓ જ પરત ફર્યા હતા. હવે બાકીના મુસાફરોનું શું તે સવાલ સત્તાધીશોને સતાવી રહ્યો છે.

વડોદરા રેલવે સ્ટેશનના પીઆરઓ ખેમરાજ મીણાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રવિવારે ત્રણ યાત્રાળુઓ કુંભના મેળામાંથી પરત ફર્યા હતા. તેમાંથી બે યાત્રીઓ પાસે  RT-PCR ટેસ્ટનો નેગેટીવ રીપોર્ટ હોવાથી તેમને જવા દેવામાં આવ્યા હતા. જ્યારે એક યાત્રીનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને સેમ્પલ લઇને વધુ તપાસાર્થે મોકલી આપવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud