• રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચઢતા અથવા ઉતરતી વેળાએ કરવામાં આવેલી ઉતાવળ જીવલેણ નિવડી શકે છે
  • મહિલા ખોટી ટ્રેનમાં ચઢી ગઇ હોવાનું ધ્યાને આવતા ઉતરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો – રેલવે PI ઉત્સવ બારોટ
  • સ્થળ પર હાજર એલસીબીના મહેન્દ્ર પટેલે સમયસુચકતા વાપરીને તુરંત મહિલાને સપોર્ટ આપી દુર્ઘટના ટાળી હતી

WatchGujarat. ટ્રેનમાં ચઢતા અને ઉતરતી વેળાએ સહેજ પણ વહેલું કે મોડુ થાય તો અકસ્માત સર્જાય તેવી સ્થિતીનું સર્જન થાય છે. અકસ્માત ટાળવા માટે રેલવે પ્લેટફોર્મ પર પોલીસ અને ફોર્સના લોકો સતત ફુટ પેટ્રોલીંગ કરતા હોય છે. ગત રોજ દહેરાદુન એક્સપ્રેસમાંથી ઉતરતી વેળાએ મહિલા લપસી હતી. મહિલા નીચે પડે તે પહેલા નજીકથી પસાર થતા પોલીસ કોન્સ્ટેબલે સમયસુચકતા વાપરીને મહિલાને ટેકો આપ્યો હતો. જેને કારણે દુર્ઘટના ટળી હતી. પોલીસ કર્મી મહિલા માટે દેવદુત બનીને આવ્યો હોવાના સીસીટીવી ઘટના બાદ સામે આવ્યા હતા.

રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચઢતા અથવા ઉતરતી વેળાએ કરવામાં આવેલી ઉતાવળ જીવલેણ નિવડી શકે છે. અગાઉ આ રીતે અકસ્માત થયાના કિસ્સાઓ સામે આવ્યા હતા. રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અકસ્માતની ઘટનાઓ ટાળવા માટે સતત ફુટ પેટ્રોલીંગ કરવામાં આવતું હોય છે. અને ફુટ પેટ્રોલીંગ કેટલીક હદ સુધી અકસ્માતને ટાળવા માટે કારગર પણ નિવડ્યું છે. ગત રોજ પણ વડોદાર રેલવે સ્ટેશન પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ઘટના સ્થળ પરથી પસાર થઇ રહેલા પોલીસ કર્મીએ સમયસુચકતા વાપરીને મહિલાને મદદ કરતા તેનો બચાવ થયો હતો. આમ, એક પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે દેવદુત સમાન બન્યો હતો.

સમગ્ર ઘટના અંગે રેલવે PI ઉત્સવ બારોટે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે,ગત રોજ સુર્યનગરી ટ્રેનમાંથી ઉતરતી વેળાએ અકસ્માતની ઘટના બની હતી. ખરેખર તો મહિલાને પશ્ચિમ એક્સપ્રેસમાં કોટા જવાનું હતું. પરંતુ તેઓ સુર્યનગરી ટ્રેનમાં ભુલથી ચઢી ગયા હતા. ખોટી ટ્રેનમાં આવી ગયા હોવાનું મહિલાના ધ્યાને આવ્યું તો તેઓએ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા ટ્રેનમાંથી ઉતરવા જાય દરમિયાન ટ્રેન ચાલુ થઇ ગઇ હતી. અને મહિલા ઉતરવા જતા લપસી પડી હતી. દરમિયાન સ્થળ પર હાજર એલસીબીના મહેન્દ્ર પટેલે સમયસુચકતા વાપરીને તુરંત મહિલાને સપોર્ટ આપ્યો હતો. જેને લઇને મહિલા પડતા બચી ગઇ હતી. આમ, એક પોલીસ કર્મીની સુમયસુચકતાને કારણે દુર્ઘટના ઘટતી ટળી હતી. ઘટના બાદ મહિલાઓ પોલીસ કર્મીનો આભાર માન્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud