• ટીમ વડોદરા તથા ફ્રીડમ ગ્રૂપ દ્વારા રામનવમી નિમિત્તે પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજાશે.
  • કોરોના સંક્રમણમાંથી મુક્ત થઈને સ્વસ્થ થયેલાં વ્યક્તિઓને રજીસ્ટ્રેશન કરવા અપીલ.
(પ્રતિકાત્મક તસવીર)

Watch Gujarat. હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે મહત્વની ભૂમિકા ભજવી શકતાં પ્લાઝમાની ઘણી માંગ ઉઠવા પામી છે ત્યારે ટીમ વડોદરા તેમજ ફ્રીડમ ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે રામનવમી નિમિત્તે પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. 21 એપ્રિલ 2021ને રામનવમી નિમિત્તે ધનંજય પટેલ સ્કૂલ, અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ સામે, કારેલીબાગ ખાતે સવારે 9થી 12 વાગ્યા દરમિયાન સ્વૈચ્છિક પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજવામાં આવશે.

કોરોના પોઝિટીવ આવ્યા બાદ બિમારીમાંથી સ્વસ્થ થયાં હોય તેવા વ્યક્તિઓ પ્લાઝમા ડોનેટ કરે તો તેના થકી અન્ય કોરોના સંક્રમિત દર્દીની સારવારમાં ઘણી સહાય મળી રહેતી હોય છે. હાલના સંજોગોમાં કોરોના સંક્રમણને પગલે ગંભીર સ્થિતિમાં આવી ગયેલાં સંખ્યાબંધ દર્દીઓ જીવન – મોત વચ્ચે ઝોલાં ખાતાં હોય છે. તેઓને જરૂરીયાત મુજબનું પ્લાઝમા પ્રાપ્ત થાય તે ખૂબ જ આવશ્યક છે.

શહેરમાં વધી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ટીમ વડોદરા તથા ફ્રીડમ ગ્રૂપ દ્વારા આયોજિત ડોનેશન કેમ્પમાં પ્લાઝમાનું દાન કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે નીચેની તસવીર પર ક્લિક કરો. વધુ માહિતી માટે 9825716885, 9824250266 પર સંપર્ક કરવો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud