ટ્રાફીક પોલીસ દ્વારા મનસ્વી રીતે કરવામાં આવતી કામગીરીને પગલે વેપારીઓએ શનિવારે બંધ પાળ્યો હતો
રવિવાને વેપારીઓ અને ડીસીપી વચ્ચે મુલાકાત થઇ હતી
બંને પક્ષે યોગ્ય બાંહેધારી આપ્યા બાદ મામલાનું સમાધાન આવ્યું
WatchGujarat. રાવપુરા રોડના વેપારીઓનો પાર્કિંગ મુદ્દે વિરોધ બાદ રવિવારે જ્યુબીલી બાગ ખાતે રવિવારે 6 વાગે વેપારી એસોસિયેશન અને ટ્રાફિક ડીસીપી એન્ડ્રુઝ મેકવાન વચ્ચે બેઠક મળી હતી. રોડની બંને તરફ પાર્કિંગ કરાય તેવી વેપારીઓની રજૂઆત ટ્રાફિક ડીસીપીએ સ્વિકારી પોલીસ કમિશનરને રજૂઆત કરીને આ અંગે જાહેરનામું બહાર પાડવા અંગે બાંહેધરી આપી હતી. ગ્રાહકોએ પીળા પટ્ટાની અંદર જ વાહનો પાર્ક કરવાના રહેશે તેવી બાંહેધારી ડીસીપીએ વેપારી પાસેથી લીધી હતી.
વેપારી અગ્રણી ભરત રાણાએ જણાવ્યું હતું કે, જ્યુબીલી બાગ થી કોઠી ઢાળ સુધીની 250 જેટલા દુકાનદારોએ ટ્રાફિક પોલીસની પાર્કિંગ મુદ્દે મનસ્વી રીતે ઉઘરાવવામાં આવતા દંડ અંગે શનિવારના રોજ 4 કલાક માટે સ્વયંભુ દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. જો કે, ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી મળતા દુકાનો પુન ખોલી નાંખવામાં આવી હતી.
વેપારીઓના વિરોધ બાદ રવિવારે સાંજે 6 વાગે જ્યુબીલી બાગમાં રાવપુરા વેપારી એસોશીયેશન અને ટ્રાફિક ડિસીપી એન્ડ્રુઝ મેકવાન વચ્ચે મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં રાવપુરા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધુ હોવાથી ટુ-વ્હિલરના પાર્કિંગની ઘણી મોટી સમસ્યાં હોવાનું વેપારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. વેપારીઓએ એકી-બેકી તારીખ પ્રમાણે હાલ જે પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેની જગ્યાએ રોજ બંને તરફ પાર્કિંગ થાય તેવી માંગણી કરવામાં આવી હતી.
વેપારીઓની માંગણીને ટ્રાફિક અધિકારીએ સ્વિકારીને બે-ચાર દિવસમાં આ અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડવા અંગે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ જાહેરનામું બહાર પડતા જ રાવપુરા રોડ પર પાર્કિંગની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.