• કોરોનાની ત્રીજી લહેર ન આવે તેવી વિનીત હૃદયે પ્રભુને પ્રાર્થના કરી છે: પ.પુ.દ્વારકેશલાલજી મહારાજ
  • વીપો નો ઉદ્દેશ સમાજના સશક્તિકરણમાં યોગદાન આપવાનો છે
  • કોરોનાની ત્રીજી લહેરના આવે તે માટે વિનીત હૃદયે પ્રભુને પ્રાર્થના કરી

WatchGujarat. કોરોનાની સારવારમાં ઓકસીજનની ખૂબ અગત્યતા છે જે બહુધા બાટલા દ્વારા કે પાઇપ લાઈનની સુવિધા દ્વારા દર્દીને સતત આપવામાં આવે છે.ઓકસીજન કોન્સેંટ્રેટર એવું યંત્ર છે જે હવામાંથી પ્રાણવાયુ શોષીને દર્દીને આપે છે,તેના માટે કોઈ પાઇપ લાઈન કે બોટલની જરૂર નથી, એને સહેલાઇથી એક થી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે અને ઘરમાં રાખી શકાય છે.

આમ,દર્દીને ઓકસીજન આત્મ નિર્ભર બનાવતા આ યંત્રની કોરોના કટોકટીમાં જીવનરક્ષક ઉપયોગીતાને અનુલક્ષીને કલ્યાણરાયજી મંદિર,બાજવાડા સ્થિત ષષ્ઠ પીઠના આચાર્ય પ.પૂ.દ્વારકેશલાલજી મહારાજ ની પ્રેરણાથી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરતી વૈશ્વિક સંસ્થા વિપો – વૈષ્ણવ ઇનર ફૈથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઈઝેસન દ્વારા વડોદરા સહિત દેશના વિવિધ વિસ્તારોમાં 3000 જેટલા ઉપરોક્ત યંત્રોના વિતરણ નું સમાજ હિતકારી આયોજન કરવામાં આવ્યું છે.

તેના હેઠળ આજે વડોદરાની તબીબી સંસ્થાઓ અને જરૂરિયાતમંદોને પૂ.મહારાજશ્રીના હસ્તે, સાંસદ, મેયર અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

વીપો નો ઉદ્દેશ સમાજના સશક્તિકરણમાં યોગદાન આપવાનો છે તેવી જાણકારી આપતાં પૂ.મહારાજએ જણાવ્યું કે દાતાઓના સહયોગ થી આ સંસ્થાએ કોરોના સામે જીવન રક્ષાની લડતમાં મજબૂત યોગદાન આપવા દેશના વિવિધ વિસ્તારોમાં ૩ હજાર જેટલા આ ઓકસીજન ઉત્પાદક પોર્ટબલ અને સુવિધાજનક યંત્રો ના વિતરણનું આયોજન કર્યું છે.તેની પાછળ સમાજને નિરામય અને આરોગ્યમય બનાવવાનો શુભ સંકલ્પ છે.

કોરોનાની ત્રીજી લહેરના આવે તે માટે વિનીત હૃદયે પ્રભુને પ્રાર્થના કરી છે તેમ છતાં,જો આવે તો આ પ્રકારની સહાયતા થી સમાજનું મક્કમ લડત માટે સશક્તિકરણ થશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

આ યંત્રોનું કોરોનાનું વધુ પ્રમાણ ધરાવતા અને તબીબી આવશ્યકતાવાળા વિસ્તારો, વિપોના કેન્દ્રો વાળા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે.વિપો સતત સમાજની સુખાકારી વધે તે માટે અનાજ કીટ વિતરણ, તબીબી સુવિધા જેવા કામો કરે છે. તેમણે આ યંત્રોના દાતાઓ ની ભાવનાને બિરદાવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud