• ભરૂચ સિવિલ હોસ્પિટલનો એક તબીબ શંકાની રડારમાં !!!
  • રેમડેસીવિર મામલે પૂછપરછ અને તપાસનો ધમધમાટ
  • SOG ને સોપાયેલી Remidesivir ઇન્જેક્શનના બ્લેક માર્કેટિંગ કાંડના મૂળિયા એક સરકારી હોસ્પિટલ સુધી પહોંચ્યા
  • સરકારી હોસ્પિટલનો કૌભાંડમાં સંડોવાયેલ કથિત સ્ટાફ કે ડોકટર એલર્ટ ન થાય તે માટે હાલ નામ જાહેર નહિ

WatchGujarat. કોરોનામાં રેમડીસીવેર ઇન્જેક્શન માટે સ્વજનોને બચાવવા લોકોના વલખા વચ્ચે અંકલેશ્વરમાંથી મંગળવારે LCB એ ઇન્જેક્શનના કાળા બજારના આ વેપલામાં મેડિકલ માફિયા એવો નેત્રંગના ખરેઠા PHC નો ડો. સિદ્ધાર્થ મહિડા વેપલો કરતો હોવાનું પકડી પાડ્યું હતું. I 10 કારમાંથી રેકેટમાં જોડાયેલા 2 પન્ટરોને ₹1.77 લાખ અને 9 ઇન્જેક્શન સાથે LCB એ પકડી લીધા હતા.

ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં જ્યાં રેમડીસીવેર ઇન્જેક્શનની તીવ્ર અછત ચાલી રહી છે ત્યારે ₹17000 અને ₹20000 માં ઇન્જેક્શનોની કાળા બજારીમાં તપાસ હાલની પેન્ડેમીક પરિસ્થિતિમાં SOG ને સોંપાઈ હતી.

ભરૂચ SOG એ ગણતરીના સમયમાં વોન્ટેડ ડો. સિદ્ધાર્થ મહિડાને પકડી પાડ્યો છે. અંકલેશ્વર જોગર્સ પાર્ક ખાતે થી ભરૂચ એલસીબી પોલીસે રેમડિસિવિર ઇન્જેક્શનનો થતો કાળો કારોબાર ઉઘાડો પાડી 2 વચેટિયા ગત રોજ ધરપકડ કરવામાં આવી હતી. LCB એ રાઘવેન્દ્રસિંગ માલખાનસિંગ ગૌર રહે ગાર્ડન સીટી અને અને ઋશાાંક શાહની ધરપકડ બાદ GIDC પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

જેની તપાસ ભરૂચ SOG ને સોંપવાતા પી.આઈ મંડોરા એ આરંભી હતી. અને પી.એસ.આઈ મિતેષ સકોરીયા સાથે બંને આરોપીને અંકલેશ્વર કોર્ટ માં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

આરોપીઓના રિમાન્ડ મેળવી ડો. મહિડા અને 2 પન્ટરો ઇન્જેક્શન ક્યાંથી, કેવી રીતે લાવતા હતા, અન્ય કોણ આ રેકેટમાં સામેલ છે સહિતની તપાસ આગળ ચલાવવામાં આવી રહી છે. PI કિરણસિંહ મંડોરાએ જણાવ્યું હતું કે, હાલ તપાસ ચાલી રહી છે. ટોળકી ઇન્જેક્શન ક્યાંથી, કેવી રીતે મેળવતી હતી, જેઓ સાથે કોઈ હોસ્પિટલ કે સ્ટાફ કે અન્ય તબીબ સંકળાયેલ છે કે નહીં. અત્યાર સુધી કેટલા ઇન્જેક્શનો મેળવાયા અને કેટલા વેચ્યા છે. અન્ય કોઈ સરકારી તબીબ કે સ્ટાફની સંડોવણી અંગે PI એ હાલ તપાસ ચાલુ હોવાથી જણાવવાનું યોગ્ય લખાવ્યું ન હતું. જો નામ જાહેર કરાઈ તો આ લોકો એલર્ટ થઈ જશે.

બીજી તરફ માહિતી મળી હતી કે આ રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજાર ના વેપલામાં કોઈ સરકારી તબીબની સંડોવણી પણ હોવાનુ ચર્ચાઈ રહ્યું છે. સાથે જ આ રેકેટનો રેલો ભરૂચ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચે તેમ આધારભૂત સુત્રોમાંથી હાલ જાણવા મળી રહ્યુ છે. સાથે જ ખાનગી હોસ્પિટલ કે મેડિકલ સ્ટોરની પણ ભૂમિકા પર તપાસનો રેલો પોહચી શકે તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud