• મુંબઇના પ્રોમોટર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઈઝ દ્વારા વિન્ડવોર્ડ બિઝનેસ પાર્ક નામના બાંધકામ પ્રોજેક્ટના રજીસ્ટ્રેશન માટે 31 જુલાઈ 2017ના રોજ ઓનલાઈન અરજી કરી
  • રેરા પ્રોજેક્ટ એપ્લિકેશન ફોર્મમમાં પ્રોજેક્ટ સ્ટેટસ તરીકે ઓન ગોઈંગ દર્શાવીને અરજી કરી હતી અને પ્રોજેક્ટ ટાઈપ પ્લોટેડ ડેવલોપમેન્ટ્સ દર્શાવી અરજી કરવામાં આવી
#Vadodara : રાજ્યમાં પ્રથમ ઘટના - RERA ઓથોરિટીએ મુંબઇના પ્રોમોટર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઈઝને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો
RERA


WatchGujarat. ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી, ગાંધીનગર(રેરા)એ રજીસ્ટ્રેશનના નિયમોના ભંગ બદલ મુંબઇના પ્રોમોટર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઈઝને અત્યાર સુધીનો સૌથી વધુ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી મોટો દંડ છે. #RERA

પ્રોમોટર રજીસ્ટ્રેશન માટે કરેલી અરજી રેરાએ નામંજૂર કરી હતી, તેમ છતાં પ્રોજેક્ટ સ્ટેટ્સ ઓનગોઈંગ દર્શાવાયું

મુંબઇના પ્રોમોટર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઈઝ દ્વારા વિન્ડવોર્ડ બિઝનેસ પાર્ક નામના બાંધકામ પ્રોજેક્ટના રજીસ્ટ્રેશન માટે 31 જુલાઈ 2017ના રોજ ઓનલાઈન અરજી કરી હતી. જોકે 6 સપ્ટેમ્બર, 2018ના રોજ અરજી નામંજૂર કરવામાં આવ્યા બાદ તેઓએ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરી ન હતી અને પ્રમોટરે રેરા પ્રોજેક્ટ એપ્લિકેશન ફોર્મમમાં પ્રોજેક્ટ સ્ટેટસ તરીકે ઓન ગોઈંગ દર્શાવીને અરજી કરી હતી અને પ્રોજેક્ટ ટાઈપ પ્લોટેડ ડેવલોપમેન્ટ્સ દર્શાવી અરજી કરવામાં આવી હતી. જેમાં કુલ 16 પ્લોટ દર્શાવવામાં આવ્યા હતા અને પ્રોજેક્ટની કિંમત 174 કરોડ દર્શાવી હતી. #RERA

નિયમોનો ભંગ કરવા બદલ રેરાએ પ્રોમોટરને નોટિસ ફટકારી હતી

રેરાના કાયદાની કલમ(3)1ની જોગવાઈ પ્રમાણે રેરામાં રજીસ્ટ્રેશન કરાવ્યા વિના તેના પ્રોજેક્ટનું વેચાણ, માર્કેટિંગ, જાહેરખબર અને બુકિંગ કરી શકતા નથી. તેમ છતાં રેરામાં રજીસ્ટ્રેશન કરાવ્યા વિના 1 મે, 2017 પછી કલમ(3)1નો ભંગ કરીને ભંગ કરીને ફ્લેટ/એપાર્ટમેન્ટનું વેચાણ કર્યું હતું. જેથી ઓથોરીટીએ સુઓ-મોટો દાખલ કરીને પ્રમોટર પોતે ઓથોરીટી સમક્ષ ઉપસ્થિત રહીને રેરા કાયદાની જોગવાઈના ભંગ બદલ તેમને શા માટે દંડ ન કરવો તે બાબતનો ખુલાસો રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. અને 25 નવેમ્બર, 2020ના રોજ રેરા ઓથોરીટી સમક્ષ પ્રમોટર ઓનલાઈન વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ઉપસ્થિત રહેવા ઈ-મેઈલથી જાણ કરવામાં આવી હતી.

2 ડિસેમ્બરે પ્રોમોટર તરફે પ્રતિનિધિઓએ રેરામાં જવાબ રજૂ કર્યો હતો

સુનાવણીમાં પ્રમોટરના અધિકૃત પ્રતિનિધિ રેરા સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા અને 2 ડિસેમ્બરના રોજ તેમને ઓથોરીટ સમક્ષ જવાબ રજૂ કરીને જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ કુલ 31 પ્લોટ ધરાવતો હતો અન પ્રત્યેક પ્લોટનો ઉપયોગ કોમર્શિયલ, રેસિડેન્સીયલ, હોસ્પિટલ બનાવવામાં કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા રેરા રજીસ્ટ્રેશન મેળવ્યું હતું. તેમના પ્રત્યેક એલોટ ઇન્ડસ્ટ્રીયલ યુઝર્સ છે અને મહારેરા ઓથોરીટીના એક જજમેન્ટ અનુસાર ઇન્ડસ્ટ્રીયલ શેડ/ ઇન્ડસ્ટ્રીયલ યુનિટને રેરા કાયદો લાગુ પડતો નથી. #RERA

પ્લોટનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે ન કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું

જોકે રેરા દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે ન થયેલો હોવાનું જણાઈ આવ્યું હતું અને રેરા એક્ટની કલમ-3ની જોગવાઈ મુજબ જે પ્રોજેક્ટનું બાંધકામનું કાર્ય ચાલુ હોય અને જેનું બીયુ પરમિશન એક્ટના સમય પહેલા મેળવેલુ ન હોય એવા પ્રોજેક્ટનું ગુજરેરા ઓથોરીટી સમક્ષ રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ જ વેચાણ કે બુકિંગ કરી શકે છે. જોતે આ પ્રોજેક્ટમાં 16 યુનિટનું બુકિંગ/વેચાણ રજીસ્ટ્રેશન મેળવ્યા વગર કરીને કાયદાની કલમ-3નો ભંગ કર્યો હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. જેથી વિન્ડવોર્ડ બિઝનેસ પાર્ક પ્રોજેક્ટના પ્રમોટર સિદ્ધી વિનાયક એન્ટરપ્રાઈઝને ઇરાદાપૂર્વક કાયદાની જોગવાઈના ભંગ બદલ રેરાએ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે 30 દિવસમાં ભરવાના રહેશે. #RERA

પ્રમોટરને કાયદાની કલમ 59(2) મુજબ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

પ્રોજેક્ટની કિંમત 174 કરોડ રૂપિયા છે. જેથી રેરાની જોગવાઈ પ્રમણે 10 ટકા દંડ થઈ શકે છે, પરંતુ, વધુ દંડ નહીં ફટકારીને કાયદાની કલમ 59(2) મુજબ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે રેરા દ્વારા ફટકારવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે.

More #RERA #authority #slap #historical #penalty #on-mumbai #based #developer #Vadodara News #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud